આજના ટ્રેડિંગ દરમિયાન, ભારત ફોર્જ, લેન્ડમાર્ક કાર્સ, એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસ, બાલાજી એમાઇન્સ, SKF ઇન્ડિયા, IIFL ફાઇનાન્સ, ગોદાવરી પાવર એન્ડ સ્ટીલ, PTC ઇન્ડિયા, સુવેન ફાર્માસ્યુટિકલ્સ, SH કેલકર એન્ડ કંપની, ITD સિમેન્ટેશન ઇન્ડિયા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ અને ટાટા પાવર કંપનીના શેર ફોકસમાં રહેશે.
ગુરુવારે, સેન્સેક્સની 30 માંથી 21 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યા, જ્યારે બાકીની 9 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા. નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 35 કંપનીઓના શેર લીલા નિશાનમાં વધારા સાથે ખુલ્યા, 12 કંપનીઓના શેર લાલ નિશાનમાં ઘટાડા સાથે ખુલ્યા, જ્યારે 3 કંપનીઓના શેર કોઈ ફેરફાર વિના તટસ્થ શરૂઆત કરી. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, કોટક મહિન્દ્રા બેંકના શેર સૌથી વધુ 2.15 ટકાના વધારા સાથે ખુલ્યા, જ્યારે ટાઇટનના શેર સૌથી વધુ 0.71 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. બીએસઈ પર સેન્સેક્સ 122 પોઈન્ટ ઘટીને 76,171.08 પર બંધ થયો હતો. જયારે NSE પર નિફ્ટી 0.12 ટકાના ઘટાડા સાથે 23,045.25 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, બજાજ ફિનસર્વ, HDFC લાઇફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા કન્ઝ્યુમરના શેર નિફ્ટીમાં ટોપ ગેઇનર્સની લિસ્ટમાં સામેલ હતા. જ્યારે M&M, ભારત ઇલેક્ટ્રોનિક્સ, આઇશર મોટર્સ, ITC, હીરો મોટોકોર્પના શેર ટોચના ઘટાડાવાળા શેરોની લિસ્ટમાં સામેલ હતા.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 0.5 ટકા ઘટ્યા. સેક્ટર્સમાં પીએસયુ બેંક અને મેટલ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. યુએસ ટેરિફ અને કમાણીના અંદાજ અંગે ચિંતા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ITC અને M&M દ્વારા ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં બુધવારે સતત છઠ્ઠા સત્રમાં ઘટાડો ચાલુ રહ્યો.
