Share Market Update: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 235 પોઈન્ટના ઘટાડા સાથે 82,295.33 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.25 ટકાના ઘટાડા સાથે 25,000.40 પર ખુલ્યું. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 12 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે બેંકિંગ, ઓટો અને આઈટી શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ઊર્જા અને ફાઇનાન્સ શેરો મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
આજના ટ્રેડિંગ દરમિયાન, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ, એબોટ ઇન્ડિયા, પીબી ફિનટેક, રેલ વિકાસ નિગમ, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, જેએસડબ્લ્યુ એનર્જી, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સના શેર ફોકસમાં રહેશે.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 96 પોઈન્ટ (0.25%) ઘટીને 37,659 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી 5 પોઈન્ટ વધીને 2,621 પર ટ્રેડ થઈ રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 164 પોઈન્ટ (0.70%) ઘટીને 23,288 પર છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 17.50 પોઈન્ટ (0.52%) ઘટીને 3,363 પર બંધ થયો. 15 મેના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 271 પોઈન્ટ (0.65%) વધીને 42,322 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 34 પોઈન્ટ ઘટીને 19,11 પર આવી ગયો.
