સુરતમાં ફરી કાર ચાલક દ્વારા 4 મહિનાનાં બાળકને અડફેટે લીધું હતું. સુરતનાં મોરથાના ગામમાં દુર્ઘટના બનવા પામી હતી. ગામની સીમમાં પરિવાર શેરડી કાપી રહ્યો હતો. તે દરમ્યાન આ ઘટના બનવા પામી હતી. જેમાં બાળકને રોડની સાઈડમાં ફાર્મની દિવાલ પાસે સુવડાવ્યો હતો. ત્યારે કાર ચાલકે વળાંક લીધો ત્યારે બાળક અડફેટે આવ્યું હતું. બાળકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે કામરેજ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત રોજ બે માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો
ગત રોજ સુરતમાં બે માર્ગ અકસ્માત બન્યા હતા. જેમાં મગદલ્લા ઓઓનજીસી બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારતા સાયકલ ચાલક નિવૃત આર્મીમેનને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેમજ અમરોલીમાં સીટી બસે બાળકીને અડફેટે લેતા બાળકીનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું.
મગદલ્લા ખાતે રણછોડ કોલોનીમાં રહેતા પ્રમોદકુમાર સુનેહરીલાલ (ઉ.વર્ષ.55) જેઓ મૂળ ઉત્તરપ્રદેશનાં વતની છે અને નિવૃત આર્મીમેન છે. તેમજ તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નોકરી પૂર્ણ કરી જઈ રહ્યા હતા. તે દરમ્યાન પુરપાટ આવી રહેલ કારે તેઓને ટક્કર મારી હતી. જે બાદ કાર ચાલક ભાગી ગયો હતો. પ્રમોદકુમારને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જ્યારે અન્ય એક બનાવ પુણા ખાતે ભૈયાનગર પાસે બન્યો હતો. જેમાં 10 વર્ષીય છોકરી મોટી બહેનનાં ઘરે ગઈ હતી. ત્યારે આંગણામાં રમી રહી હતી. ત્યારે સીટી બસની અડફેટે આવતા બાળકીને ગંભીર ઈજાઓ થતા તેનું ઘના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર બાબતે અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.