સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઈએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.
એરપોર્ટના બાથરૂમમાં જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. એરપોર્ટના બાથરૂમાં બનેલી આ ઘટનાના પગલે ફરજ બજાવી રહેલા અન્ય સ્ટાફમાં દોડધામ મચી હતી. તાત્કાલીક જવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.