જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો માંનથી સૂર્યને ખૂબ પ્રભાવશાલી ગ્રહ માનવામાં આવે છે. સૂર્યને ગ્રહોનો રાજા કહેવાય છે. સૂર્ય ને પિતા અને આત્માનું પ્રતિક માનવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કયારે છે અને તેની અસર દરેક રાશિ પર જોવા મળે છે. ત્યારે ચાલો જાણીએ કે સૂર્યના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓ પર શું અસર થશે.?
1. સુર્ય ગોચર
15 ડિસેમ્બરના રોજ સૂર્ય રાતે 9:56 એ ધણુ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુની રાશિમાં સૂર્યના પ્રવેશથી મિથુન સહિત આ રાશિના જાતકોને થશે બંપર ધન લાભ. ત્યારે કઈ રાશિ પર શું અસર થશે તે જાણીએ.
2. મિથુન
આ રાશિના જાતકો માટે આ સમય ઘણો લાભદાયક રહેશે. લાંબા પ્રવાસનું આયોજન થઈ શકે છે તો લાંબા સમયથી કરેલી મહેનતનું પરિણામ મળશે. કરિયરમાં લાભ મળી શકે છે તો પગારમાં વૃદ્ધિ સાથે પ્રમોશન પણ થઈ શકે છે. વેપારી વર્ગને પણ આર્થિક સ્થિતિમાં સારો સુધાર આવશે અને પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે.
3. સિંહ
આ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ સુર્ય છે જેનો સૌથી વિશેષ લાભ મળશે. આ રાશિના જાતકોના ધન કામવવાના નવા સ્તોત્ર ખુલશે તો મુસાફરીના મધ્યમથી પણ કમાણી થઈ શકે છે. કરિયરમાં ધ્યાન આપીને કામ કરશો તો પ્રમોશન મળી શકે છે. વેપારી વર્ગને પણ વેપાર વધશે અને પૈસાની બચત પણ કરી શકશો.
4. કુંભ
આ રાશિના જાતકો નવા લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશે. વિદેશ યોગ બની શકે છે અને વિદેશમાં નોકરી મળવાની તક પણ છે. વેપારમાં નવા ઓર્ડર મળશે. આ સમયમાં ભાગ્ય પૂરો સાથ આપશે, અને પાર્ટનર સાથે સારો સમય પણ ગાળવાના યોગ બને છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી www.vadodaranewsnetwork.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)