રાજ્યની સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ શોધવા DEOને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ધો.10 બાદ વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં સ્કૂલમાં કાગળ પર હોવાની ફરિયાદ મળી હતી. જેમાં બોર્ડના પૂર્વ સભ્યની ફરિયાદના આધારે DEOને આદેશ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર જ પ્રવેશ મેળવતા હોવાની ફરિયાદ મળી હતી.
શાળાઓ મોટી ફી પણ વસૂલતી હોવાની ફરિયાદો
આ ફરિયાદના આધારે અનેક શાળાઓ મોટી ફી પણ વસૂલતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે હવે શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરાશે. જેમાં આવી રીતે કામગીરી કરતાઓ સામે પગલાં લેવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા ડમી વિદ્યાર્થીઓને લઇ સખ્ત આદેશ ડીઇઓને આપવામાં આવતા મોટી ફી વસૂલતી શાળાઓ પર તવાઇ થઇ શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશ તેમ માહિતી મળી હતી.