Vadodara News Network

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મોટા સમાચાર, કરાઇ ખાસ સમિતિની રચના, જાણો કેમ

Local Swaraj Elections : લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે. આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં 27% OBC અનામત સંદર્ભે ખાસ સમિતિ બની છે. વિગતો મુજબ OBC જન અધિકાર સમિતિ બનાવવામાં આવી છે. આ તરફ હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBC અનામત મુદ્દે લડત વધુ ઉગ્ર થઈ શકે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત રાજ્યમાં 27% OBC અનામત સંદર્ભે OBC જન અધિકાર સમિતિ બનાવવામાં આવી છે. આ OBC જનઅધિકાર સમિતિમાં પાંચ સભ્યો હશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો સમિતિના સભ્યો હશે.

આ સાથે ગાંધીનગર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ કાર્યક્રમ થશે. નોંધનીય છે. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBC અનામત મુદ્દે લડત વધુ ઉગ્ર થઈ શકે છે. આ તરફ અગાઉ કોંગ્રેસ સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી ચુક્યું છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved