Vadodara News Network

હવે બે GST ટેક્સ સ્લેબ, 5 અને 18 ટકા: દૂધ, રોટલી, પીત્ઝા GST મુક્ત; કેન્સર-અન્ય ગંભીર રોગની દવાઓ 12ની જગ્યાએ 5 ટકા, હેલ્થ-લાઇફ ઈન્સ્યોરન્સ ટેક્સ ફ્રી

હવે 4ની જગ્યાએ, GSTના ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. GST કાઉનિ્સલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમા પર પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાદવામાં આવશે. આ સ્લેબ નવરાતિ્રના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

 

આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે.

 

GST કાઉનિ્સલની બેઠકના મુખ્ય મુદ્દાઓ

 

કપડાં અને શૂઝ સસ્તા થશે: સૂત્રોના જણાવ્યા અનુસાર, 2,500 રૂપિયા સુધીના જૂતા અને કપડાં પરનો GST દર ઘટાડીને 5% કરી શકાય છે, જેનાથી ગ્રાહકો માટે આ વસ્તુઓ સસ્તી થશે.

 

MSME અને સ્ટાર્ટઅપ્સ માટે ઝડપી નોંધણી:

 

NDTVના અહેવાલ મુજબ, હવે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને સ્ટાર્ટઅપ્સ માટે GST નોંધણી માટે લાગતો સમય 30 દિવસથી ઘટાડીને ફક્ત 3 દિવસ કરવામાં આવ્યો છે.

 

નિકાસકારો માટે ઓટોમેટિક રિકંડ: નિકાસકારોને હવે ઓટોમેટિક GST રિફંડ મળશે. આ દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેમનું કામ સરળ બનશે.

 

આરોગ્ય વીમો અને જીવનરક્ષક દવાઓ સસ્તી થશે: મની કંટ્રોલના અહેવાલ મુજબ, GST કાઉનિ્સલે વીમા પ્રીમિયમ દર ઘટાડવા સંમત િ આપી છે, જેનાથી આરોગ્ય વીમો લેવાનું સસ્તું થશે. આ સાથે, જીવનરક્ષક દવાઓ પરના GST દર પણ ઘટાડવાની અપેક્ષા છે.

 

ઓટોમેટિક રિટર્ન ફાઇલિંગનો પ્રસ્તાવ: CNBC

 

અનુસાર, GST કાઉનિ્સલે ઓટોમેટિક રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ રજૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી GST સંબંધિત નિયમોનું પાલન કરવાનું વધુ સરળ બનશે.

 

લક્ઝરી ઇલેકિ્ટ્રક વાહનો પર ટેક્સ વધશે: મનીકન્ટ્રોલના રિપોર્ટ અનુસાર, 20 લાખ રૂપિયાથી વધુ કિંમતના લક્ઝરી ઇલેકિ્ટ્રક વાહનો પર GST દર 5% થી વધીને 18% થઈ શકે છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે, તો તે ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટેસ્લા અને મરિ્સડીઝ-બેન્ઝ જેવી કંપનીઓ માટે પડકાર બની l

22 સપ્ટેમ્બરથી નવા કર દરો અમલમાં આવી શકે છે

 

કેન્દ્ર સરકાર 22 સપ્ટેમ્બરથી નવા GST દરો લાગુ કરી શકે છે. સરકારનો ઉદ્દેશ્ય નવરાતિ્ર અને તહેવારોની મોસમ દરમિયાન ઘણા ક્ષેત્રોમાં માગ અને વેચાણને વેગ આપવાનો છે.

 

તે જ સમયે, CNBCના અહેવાલમાં જણાવાયું છે કે સરકાર GST કાઉનિ્સલને તાત્કાલિક અસરથી દરોમાં ફેરફારને મંજૂરી આપવા અપીલ કરી રહી છે.

 

હકીકતમાં, સરકાર ઘણા મુખ્ય ક્ષેત્રોમાં વેચાણ ધીમું થવાની સંભાવના અંગે ચિંતિત છે. આ માટે, તે રાજ્યોના મહેસૂલ નુકસાન સંબંધિત ચિંતાઓને દૂર કરવા પર પણ કામ કરી રહી છે.

GST કાઉનિ્સલના મંત્રીઓના જૂથ તરફથી મંજૂરી મળી

 

ગયા અઠવાડિયે, મંત્રીઓના જૂથ (GoM)એ કેન્દ્ર સરકારના બે-સ્લેબ પ્રસ્તાવને સ્વીકાર્યો. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ 21 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે જૂથે 12% અને 28% ના વર્તમાન દરોને દૂર કરીને 5% અને 18% ના માળખાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

 

નવા દરોથી ગ્રાહક માલના ભાવ ઘટવાની શક્યતા

 

નવા GST દરોથી ગ્રાહક માલના ભાવ ઘટવાની શક્યતા છે. જે તહેવારોની મોસમમાં ખરીદીને વેગ આપી શકે છે. જોકે, રાજ્યો આવકમાં ઘટાડા અંગે ચિંતિત છે, જેને કેન્દ્ર સરકાર અનેક પગલાં લઈને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

 

GST કાઉનિ્સલની બેઠકમાં આ દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારબાદ દેશમાં એક સરળ અને ગ્રાહક મૈત્રીપૂર્ણ કર પ્રણાલી લાગુ કરી શકાય છે.

GST કાઉનિ્સલના મંત્રીઓના જૂથ તરફથી મંજૂરી મળી

 

ગયા અઠવાડિયે, મંત્રીઓના જૂથ (GoM)એ કેન્દ્ર સરકારના બે-સ્લેબ પ્રસ્તાવને સ્વીકાર્યો. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ 21 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે જૂથે 12% અને 28% ના વર્તમાન દરોને દૂર કરીને 5% અને 18% ના માળખાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

 

નવા દરોથી ગ્રાહક માલના ભાવ ઘટવાની શક્યતા

 

નવા GST દરોથી ગ્રાહક માલના ભાવ ઘટવાની શક્યતા છે. જે તહેવારોની મોસમમાં ખરીદીને વેગ આપી શકે છે. જોકે, રાજ્યો આવકમાં ઘટાડા અંગે ચિંતિત છે, જેને કેન્દ્ર સરકાર અનેક પગલાં લઈને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

 

GST કાઉનિ્સલની બેઠકમાં આ દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારબાદ દેશમાં એક સરળ અને ગ્રાહક મૈત્રીપૂર્ણ કર પ્રણાલી લાગુ કરી શકાય છે.

આ વસ્તુઓ સસ્તી થશે: ટેક્સ 12%થી ઘટાડીને 5% કરાશે

 

એક્સપર્ટના મતે, ડ્રાયફૂટ્સ, બ્રાન્ડેડ નમકીન, ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, સામાન્ય એનિ્ટબાયોટિક્સ, પેઇનકિલર દવાઓ, પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તો, ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ્ડ મિલ્ક, કેટલાક મોબાઇલ, કેટલાક કમ્પ્યુટર, સિલાઈ મશીન, પ્રેશર કૂકર, ગીઝર જેવી વસ્તુઓ સસ્તી થશે.

 

આ ઉપરાંત, નોન-ઇલેકિ્ટ્રક વોટર ફિલ્ટર્સ, ઇલેકિ્ટ્રક ઇસ્ત્રી, વેક્યુમ ક્લીનર્સ, 1,000 રૂપિયાથી વધુ કિંમતના તૈયાર કપડાં, 500-1,000 રૂપિયાની રેન્જમાં શુઝ, મોટાભાગની વેકિ્સન, HIV/TB ડાયગ્નોસિ્ટક કીટ, સાયકલ અને વાસણો પર પણ ટેક્સ ઘટશે.

 

જ્યોમેટ્રી બોક્સ, નકશા, ગ્લોબ્સ, ગ્લેઝ્ડ ટાઇલ્સ, પિ્ર-ફેબિ્રકેટેડ બિલિ્ડંગ, વેનિ્ડંગ મશીનો, પબિ્લક ટ્રાન્સપોર્ટ વાહનો, કૃષ િ મશીનરી, સોલાર વોટર હીટર જેવા ઉત્પાદનો પણ 12% ટેક્સ સ્લેબમાં આવે છે. બે સ્લેબની મંજૂરી પછી, આ પર 5% ટેક્સ લાગશે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved