16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાએ દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું આજે 180 કલાક બાદ મોત થઈ ગયું છે. પીડિતાને આજના દિવસે બે કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા.
BREAKING
હેવાનિયત સામે માસૂમિયતની હાર:ગુજરાતની નિર્ભયાનું 8માં દિવસે મોત, 16મીએ દુષ્કર્મ થયા બાદ પીડિતા ક્યારેય ભાનમાં જ ન આવી
વડોદરા6 મિનિટ પેહલા
16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાએ દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું આજે 180 કલાક બાદ મોત થઈ ગયું છે. પીડિતાને આજના દિવસે બે કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા.
16 ડિસેમ્બર 2024નો એ દિવસ ઝારખંડનો આ પરિવાર ક્યારેય નહીં ભૂલે… જ્યારે પરિવાર પોતાના કામ અર્થે બહાર ગયો અને એકલતાનો લાભ ઉઠાવી હેવાન તેમની 10 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને નિર્જન સ્થળે લઈ જઈ પીંખી નાખી… ત્યારે આ ઘટનાએ 12 વર્ષ પહેલાં 16 ડિસેમ્બર 2012ના દિલ્હીમાં બનેલા નિર્ભયાકાંડની યાદને તાજી કરી દીધી હતી.
હેવાન વિજય પાસવાને બાળકી પર એટલી હદે ક્રૂરતા આચરી હતી કે ભરૂચની હોસ્પિટલમાં બાળકીની એકવાર તો સર્જરી કરવામાં આવી હતી, પરંતુ એ સક્સેસ ન જતાં વડોદરાની હોસ્પિટલમાં તેની ફરી સર્જરી કરવી પડી હતી. તેમ છતાં હાલ બાળકીની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. આ બાળકીને ફરી બાળરોગ વિભાગમાં આવેલા પીઆઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેના બે DNA સેમ્પલ લેવામાં આવ્યાં હતા.
પીડિતાના મોઢા, પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પેટના ભાગે ઈજાઓને લઈ ભરૂચમાં સર્જરી કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ એ જ સર્જરી ફરી (19 ડિસેમ્બર) સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં કરવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ ગંભીર હતી.