Vadodara News Network

હોસ્પિટલોમાં ભીડ, અનેકનાં મોતનો દાવો, Covid 19ના 5 વર્ષ બાદ ચીનમાં વધુ એક વાયરસનો કહેર! દેશમાં ઇમરજન્સી જેવી હાલત

કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવું વાયરસ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા છે. એક મિડિયા અહેવાલ અનુસાર નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે. તે આરએનએ વાયરસ છે.

જ્યારે વાયરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ -19 જેવા લક્ષણો જોવા મળે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ચીનના સીડીસી અનુસાર તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવુંનો સમાવેશ થાય છે. એચએમપીવી ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

જો કે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. એક મિડિયા અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે. ખાંસી અને છીંક દ્વારા વાયરસ ફેલાવવાનું જોખમ વધારે છે. વાયરસની અસર ગંભીર હોય, તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે.

એચએમપીવી વાયરસ પ્રથમ વખત 2001 માં ઓળખવામાં આવ્યો હતો. એક ડચ સંશોધકે શ્વાસની બિમારીથી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાયરસ શોધી કાઢ્યો હતો. જો કે આ વાયરસ છેલ્લા 6 દાયકાથી હાજર છે. આ વાયરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે, પરંતુ શિયાળામાં તેના ફેલાવાનું જોખમ સૌથી વધુ હોય છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved