WhatsApp તેના લાખો યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે સતત નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સ આવ્યા છે. એવામા Android યુઝર્સ એક માઠા સમાચાર સામે આવ્યા છે. 1 જાન્યુઆરી 2025થી WhatsApp જૂના એન્ડ્રોઇડ ફોન્સ પરથી સપોર્ટ દૂર કરવા જઈ રહ્યું છે. Meta એ નક્કી કર્યું છે કે તે અમુક Android મોબાઈલ પરથી સપોર્ટ દૂર કરશે. જાણો કેમ અને આ લિસ્ટમાં કયા ફોનમાંથી બંધ થશે whatsappનો સપોર્ટ.
WhatsApp નો સપોર્ટ રિમૂવ થયા બાદ યુઝર્સ પોતાના મોબાઈલમાં લેટેસ્ટ ફીચરનો ઉપયોગ નહીં કરી શકે છે. આ સપોર્ટ જૂના Android ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતાં ફોન્સમાંથી દૂર કરવામાં આવશે. જેમાં 10 વર્ષ જૂના ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન Android KitKat નો સમાવેશ થાય છે.
કેમ બંધ થઈ રહ્યું છે સપોર્ટ
હાલના સમયમાં તમામ કંપનીઓ AI તરફ આગળ વધી રહી છે. એવામાં Meta પણ આગામી દિવસોમાં ડિવાઇસોમાં વધારે AI ફીચર્સ અને ફંક્શનને શામેલ કરવા ઈચ્છે છે. પરંતુ AI નો ઉપયોગ કરવા માટે મોર્ડન હાર્ડવેરની જરૂર હોય છે, એટલા માટે WhatsApp નું સપોર્ટ બંધ કરવાનું મુખ્ય કારણ હાર્ડવેર છે.
શું છે Meta નું પ્લાનિંગ
AI ફીચર અને ફંક્શનનો ઉપયોગ કરવા માટે Meta ને વધારે મોડર્ન હાર્ડવેરની જરૂર છે. એવામાં કંપની જૂના OS પર ચાલતા ડિવાઇસ પરથી સપોર્ટ દૂર કરવાનું યોગ્ય સમજીને આ નિર્ણય લીધો છે.
અહીં જુઓ ફૂલ લિસ્ટ
Meta આ લિસ્ટમાં Samsung Galaxy S3, Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini, Moto G (1st Gen), Razr HD, Moto E 2014, HTC One X, One X+, Desire 500, Desire 601, LG Optimus G, Nexus 4, G2 Mini, LG L90, Sony ના Xperia Z, Xperia SP, Xperia T, Xperia Vનો સમાવેશ થાય છે.