Vadodara News Network

1 જાન્યુઆરીથી બદલાઇ રહ્યાં છે આ નિયમો, UPI યુઝર્સ ખાસ જાણી લે

1. UPIના નિયમમાં ફેરફાર

UPI Rule Changes : 1 જાન્યુઆરીથી નવા વર્ષની શરુઆતની સાથે જ તારીખો બદલાવાની નથી તેની સાથે UPIના નિયમમાં પણ ફેરફાર થવાનો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ UPI 123Pay ની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. આ પછી UPI 123Pay ની મદદથી વપરાશકર્તાઓ 5000 થી 10,000 રૂપિયા સુધી UPI કરી શકશે. UPI 123PAY એ ફીચર ફોન પર ઉપલબ્ધ સેવા છે, જે ઇન્ટરનેટ કનેક્શન વિના કામ કરે છે.

2. UPI 123Pay સાથે મહત્તમ ચાર ચુકવણી વિકલ્પો

UPI 123 PAY સાથે મહત્તમ ચાર ચુકવણી વિકલ્પો ઉપલબ્ધ છે. આમાં IVR નંબર, મિસ્ડ કોલ, OEM-એમ્બેડેડ એપ્સ અને સાઉન્ડ આધારિત ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આમાં ચાર વિકલ્પો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આ નિયમને લાગુ કરવાની અંતિમ તારીખ જાહેર કરી છે જે 1 જાન્યુઆરી, 2025 છે. યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમાં વધુ ફીચર્સ ઉમેરવામાં આવશે. આમાં OTPની જરૂર પડી શકે છે.

3. શું છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ?

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI), તે એક બેંકિંગ સિસ્ટમ છે જેની મદદથી મોબાઈલ પ્લેટફોર્મ પર તરત જ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. UPIની મદદથી કોઈપણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. જે લોકો UPI ના ફાયદા જાણીને ખુશ છે, અમે તેમને તેના ગેરફાયદા વિશે પણ જણાવીએ છીએ. જેના કારણે અનેક લોકોના બેંક ખાતા ખાલી થઇ ગયા છે.

4. ઓનલાઈન પેમેન્ટ કરતા યુઝર્સને એક નવી ભેટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI એ ઓનલાઈન પેમેન્ટ કરતા યુઝર્સને એક નવી ભેટ આપી છે. નવી સુવિધા ખાસ કરીને તે વપરાશકર્તાઓ માટે છે જેઓ ફીચર ફોનથી ઓનલાઈન પેમેન્ટ કરે છે. હકીકતમાં જો તમે UPI પેમેન્ટ માટે UPI 123Pay સુવિધાનો ઉપયોગ કરો છો તો હવે તમે 10,000 રૂપિયા સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશો. પહેલા આ મર્યાદા 5,000 રૂપિયા સુધીની હતી. UPI 123 પે સર્વિસના નવા નિયમો 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે.

5. UPI 123 પે સેવા ક્યારે શરૂ થઈ?

હાલમાં ભારતમાં 400 મિલિયન ફીચર ફોન યુઝર્સ છે. આવી સ્થિતિમાં આ યુઝર્સને પહેલા કરતા ઘણી સુવિધા મળવાની છે. UPI 123 પે ફીચર માર્ચ 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. UPI 123Pay ફીચર ઇન્ટરનેટ વગર ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપે છે. અગાઉ RBI દ્વારા UPI વોલેટ લાઇટની મર્યાદા 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, UPI ચુકવણી ભારતના નાના શહેરો અને ગામડાઓમાં ઝડપથી ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં RBIએ UPI પેમેન્ટની મર્યાદા બમણી કરી દીધી છે.

6. UPI 123Pay સેવામાં ફેરફારો

હાલમાં ભારતમાં 400 મિલિયન ફીચર ફોન યુઝર્સ છે. આવી સ્થિતિમાં આ યુઝર્સને પહેલા કરતા ઘણી સુવિધા મળવાની છે. UPI 123 પે ફીચર માર્ચ 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. UPI 123Pay ફીચર ઇન્ટરનેટ વગર ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપે છે. અગાઉ RBI દ્વારા UPI વોલેટ લાઇટની મર્યાદા 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, UPI ચુકવણી ભારતના નાના શહેરો અને ગામડાઓમાં ઝડપથી ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં RBIએ UPI પેમેન્ટની મર્યાદા બમણી કરી દીધી છે.

7. શું છે આ UPI 123Pay ?

UPI 123Pay એ એક પ્લેટફોર્મ છે જે વપરાશકર્તાઓને ફીચર ફોનની મદદથી ઇન્ટરનેટ વિના UPI ચુકવણી કરવાની મંજૂરી આપે છે. તે IVR કૉલ્સ, મિસ્ડ કૉલ્સ, એપ્લિકેશન આધારિત વ્યવહારો અને ધ્વનિ આધારિત ચૂકવણીની સુવિધા આપે છે.

8. શું છે UPI લાઇટ?

UPI એ લાઇટ વૉલેટ સિસ્ટમ છે, જે PhonePe, Google Pay અને PhonePe દ્વારા ઓફર કરવામાં આવે છે. આ સેવામાં વોલેટમાં પેમેન્ટ ઉમેરવાની સુવિધા આપવામાં આવી છે. આ પછી ઓટીટી વગર વોલેટ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે. આ ચુકવણી મર્યાદા તાજેતરમાં વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved