ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગામગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટનાના પગલે ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જોકે, ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ મળતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
બચાવ માટે ભુજ ફાયર વિભાગની ટીમો કામે લાગી આ અંગે ભુજ તાલુકા મામલતદાર એ.એન. શર્માએ દિવ્ય ભાસ્કરને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સોમવાર સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની એક 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સવારના પોણા નવે તંત્રમાં જાણ કરતાં હાલ વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને યુવતીના બચાવ કાર્ય માટે ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ કામે લાગી છે.