ટ્રેડિંગના પહેલા દિવસે એટલે કે સોમવારે 3 ફેબ્રુઆરી 2025 ના રોજ BSE સેન્સેક્સ 319.22 પોઈન્ટ એટલે કે 0.41% ના ઘટાડા સાથે 77186.74 પર બંધ થયો હતો અને નિફ્ટી 50 પણ 0.52% એટલે કે 121.10 પોઈન્ટના ઘટાડા સાથે 23361.05 પર બંધ થયો હતો. પરંતુ આજે મંગળવારે 4 ફેબ્રુઆરી 2025 ના રોજ શેરમાર્કેટ તેજી સાથે ખૂલ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાના પોતાના નિર્ણયને અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો છે જેની અસર એશિયન બજારોમાં દેખાઈ છે અને આજે બજાર ખુલ્યાના બે મિનિટમાં જ રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદીનો ટ્રેન્ડ
નિફ્ટીના બધા ક્ષેત્રીય ઇન્ડેક્સ ગ્રીન છે અને અને ઓટો ક્ષેત્ર તરફથી શ્રેષ્ઠ ટેકો મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.03 લાખ કરોડ રૂપિયાનોનો વધારો થયો છે.
હવે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 467.56 પોઈન્ટ એટલે કે 0.61% ના વધારા સાથે 77654.30 પર છે અને નિફ્ટી 50 146.65 પોઈન્ટ એટલે કે 0.63% ના વધારા સાથે 23507.70 પર છે. ગઇકાલે સોમવારે ટ્રેડિંગના પહેલા દિવસે સોમવારે BSE સેન્સેક્સ 319.22 પોઈન્ટ એટલે કે 0.41% ના ઘટાડા સાથે 77186.74 પર બંધ થયો હતો અને નિફ્ટી 50 પણ 0.52% એટલે કે 121.10 પોઈન્ટના ઘટાડા સાથે 23361.05 પર બંધ થયો હતો.
BSE પર 2402 શેર્સ ટ્રેડિંગમાં
આજે BSE પર 2402 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી 1713 શેર્સ મજબૂત દેખાઈ રહ્યા છે. 570 શેર્સમાં ઘટાડોના એંધાણ છે તો 119 શેર્સની સ્થિતિમાં કોઈ ફેરફાર દેખાયા નથી. આ ઉપરાંત 19 શેર એક વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર અને 21 શેર્સ વર્ષના સૌથી નીચેના સ્તર પર પહોંચ્યા છે. તો 58 શેર્સ અપર સર્કિટ અને 65 શેર્સ લોઅર સર્કિટમાં આવી ગયા છે.