Amazon India વર્ષ 2025 ના સૌથી મોટા સેલની તૈયારી કરી રહ્યું છે જેની જાહેરાત તેણે કરી છે. આ આવનાર સેલનું નામ છે Amazon Great Republic Sale. ચાલો તેના વિશે જાણીએ વિગતે.
જો તમે પણ એમેઝોનના પ્રાઇમ મેમ્બર છો તો તમારા માટે આ સેલ 13 જાન્યુઆરીના બપોર ના 12 કલાક વહેલા એટલે કે મધ રાત્રિએ જ શરૂ થઈ જશે. પ્રાઇમ મેમ્બર આ સેલનું વહેલું એક્સેસ કરી શકશે અને સારી ડિલ્સનો લાભ પહેલા લઈ શકશે. આના માટે એમેઝોન પ્રાઇમની મેમ્બરશીપ લેવાની હોય છે.
બેન્ક ઑફર્સ
એમેઝોન સેલમ બેન્ક ઓફરનો પણ લાભ મળશે જેમાં ગ્રાહકને 10%નું તાત્કાલિક કેશબેક મળશે. આ ઓફર એસબીઆઇ કાર્ડ ધારકો માટે છે.
No-Cost EMI
એમેઝોન ગ્રેટ રિપબ્લિક સેલ 2025માં ગ્રાહકને No Cost emi ના પણ વાહદરે વિકલ્પો મળશે. જેમાં કસ્ટમર વ્યાજ આપ્યા વિના જ સરળ હપ્તામાં પેમેન્ટ કરી શકશે.
એક્સ્ચેન્જ વળતર
એમેઝોને જણાવ્યું હતું કે આ સેલમ સ્માર્ટફોન પર વધુમાં વધુ 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે તો આ ઉપરાંત લેપટોપ પર 7000 તો ટીવી પર પણ એક્સ્ચેન્જનો લાભ ઉઠાવી શકાશે.
એસેસરીઝ પર ભારે છૂટ
એમેઝોનના સેલમાં અમુક પ્રોડક્ટ પર સૌથી વધુ 75% સુધીની છૂટ મળશે જેમાં ઇલેક્ટ્રોનિક એસેસરીઝનો સમાવેશ થાય છે.