રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં મહાનગરપાલિકાના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. તેઓ વડોદરા શહેરના નાગરિકોને રૂપિયા 616.54 કરોડના વિવિધ 77 કામોને ભેટ આપી હતી. જોકે, CM ભૂપેન્દ્ર પટેલનો કોન્વો વડોદરા એરપોર્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. ત્યાર બાદ તેઓ શહેરના આજવા રોડ પાસે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયના પદવિદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
262.91 કરોડના 41 કામોનું ખાતમુહૂર્ત કર્યું વડોદરા મહાનગરપાલિકાના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓ રૂપિયા 353.64 કરોડના 36 વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 262.91 કરોડના ખર્ચથી નિર્માણ થનારા જનસુવિધાના 41 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં સૌથી વધુ રૂપિયા 176 કરોડના ડ્રેનેજના કામોનું પણ લોકાર્પણ અને 143.71 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઇટ, હાઉસિંગ, માર્ગો, બિલ્ડિંગ, બ્રિજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામોની ભેટ પણ આપી હતી.
આજે વડોદરા શહેર એકદમ ચોખ્ખું જોવા મળ્યું છે: CM આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનના 616.54 કરોડથી વધુના વિકાસ કામોમાં ઉપસ્થિત તમામનું સ્વાગત કરું છું. હું એરપોર્ટથી અહીંયા આવતા એક સારી વાત એ થઈ કે શહેરે સ્વછતા માટે એક સ્વભાવ બનાવી દીધો છે. આપણાં સંસ્કાર હતા પણ યાદ કરાવું પડે આપણે બધાને એકબીજાને. પરંતુ યાદ કરાયા પછી તેને વળગીને આગળ વધવું જરૂરી હતું. આજે વડોદરા શહેર એકદમ ચોખ્ખું જોવા મળ્યું છે અને દરેકે શહેરને સ્વચ્છ રાખવા માટે સહકાર આપવો પડશે. ભુખ હોય અને ખઈએ એની મજા જુદી છે. વડોદરાને હવે આ પટ્ટામાં ટોપ પર આવવાની ભુખ લાગી લાગે છે. વડોદરાને હજી વધુ નાણાં જોઈતા હશે તો આપીશું.
વડોદરાને હજી વધુ નાણાં જોઈતા હશે તો આપીશું વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વના દેશ આગળ વધી રહ્યો છે. વડોદરાની ધરતી પર પહેલી વખત કોઈ અન્ય દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. એરક્રાફટ ઉત્પાદન એકમના કારણે વડોદરાનું નામ વિશ્વમાં નોંધાયું છે. કોર્પોરેશને એક જ દિવસમાં 76 જેટલા કામોની વિકાસ ભેટ મળી છે. વર્ષ 2002-03માં ગુજરાતનું બજેટ 350 કરોડ હતું, જે આજે 21,696 કરોડનું થયું છે. આવાસ, વીજળી, રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજની સુવિધા નગરોને મળે તેવું આયોજન કોર્પોરેશન કરી રહી છે. હાલમાં 820 પરિવારો માટે આવાસ યોજના માટેના મકાનો તૈયાર કર્યા છે. વડોદરાના અલકાપુરી અંડરપાસ છે, જેના પર ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે.