ભારતીય રિઝર્વ બેંકે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમનો વધારે વપરાશ થાય તે માટે બુધવારે UPI Lite માં વૉલેટની લિમિટ વધારી છે. UPI Lite અંતર્ગત થવાવાળા લેનદેન મોટા ભાગે ઓફલાઇન હોય છે.
આરબીઆઈ (RBI) એ ઇન્સ્ટન્ટ પેમેન્ટ એપ ‘UPI Lite’ની વૉલેટની મર્યાદા વધારીને 5000 રૂપિયા કરી દીધી છે અને લેવડ-દેવડ ની લિમિટ 1000 રૂપિયા કરી છે જે પહેલા 500 રૂપિયા જ હતી જેનો હેતુ આ એપનો વપરાશ વધે એ છે.
UPI Lite એ એટલી હદે ઓફલાઇન છે કે તેમ એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકએશન (AFA) ની જરૂરત નથી હોતી. આ ઉપરાંત લેવડ-દેવડ ના મેસેજ કે એલર્ટ પણ સમય પર આવતા નથી. ઓફલાઇન પેમેન્ટનો મતલબ છે કે રૂપિયાની લેવડ દેવડ માટે મોબાઇલમાં ઇન્ટરનેટ કે બ્રોડબેન્ડ કનેક્શનની જરૂર રહેતી નથી.
UPI Lite લિમિટ 1000 રૂપિયા
RBI એ એક પરિપત્રમાં કહ્યું હતું કે, ” UPI Lite માટે લિમિટ વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે જેમાં કોઈ પણ સમયે કુલ 5000 રૂપિયા વૉલેટમાં રાખી શકાશે” હાલ ઓફલાઇન પેમેન્ટમાં લિમિટ 500 રૂપિયા અને વૉલટની મર્યાદા 2000 રૂપિયા છે. કેન્દ્રીય બેન્કે આ વર્ષે ઓકટોબર મહિનામાં ઓફલાઇન પેમેન્ટની લિમિટ વધારવા માટેની જાહેરાત કરી હ