Vadodara News Network

અમદાવાદથી રાજકોટ માત્ર 20 મિનિટમાં જ…:ફાસ્ટ હાઇપરલૂપ ટ્રેકથી 30 મિનિટમાં જ 350 કિમીની સફર થશે

ભારત હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક પરિવહન સુવિધાઓ વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. જેમાં બુલેટ ટ્રેનની સાથે-સાથે હવે હાઇપરલૂપ ટ્રેકનું પણ નામ સામેલ થઈ ગયું છે. હાયપરલૂપ એક હાઈ-સ્પીડ ટ્રેન છે જે ટ્યૂબની અંદર ચાલશે, તેની સ્પીડ 30 મિનિટમાં 350 કિમીનું અંતર કાપશે, એટલે કે જો તમે અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા છો તો માત્ર 20 મિનિટનો જ સમય લાગશે. હાલ ટ્રેકની શરૂઆત 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કરવામાં આવી હતી, જે આગામી ટેસ્ટ્સમાં 600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી ટેસ્ટ કરવામાં આવશે. યુરોપમાં આ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે.

હાઇપરલુપ ટ્રેકને લઈને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે X પર એક વીડિયો પોસ્ટ શેર કર્યો છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ભારતની પહેલી હાઈપરલૂપ ટેસ્ટટ્રેક જેની લંબાઈ 410 મીટર છે એ બનીને તૈયાર છે. ટીમ રેલવે અને IIT મદ્રાસને એના માટે ધન્યવાદ. આ પોસ્ટમાં તેમણે હાઇપરલૂપ ટ્રેકની ઝલક પણ બતાવી. આ ટેસ્ટટ્રેક ભારતની હાઇ સ્પીડ ટ્રાન્સર્પોર્ટેશનની દિશામાં એક મોટું પગલું સાબિત થશે, જે દેશને હાઇપરલૂપ તકનીકના ક્ષેત્રમાં વૈશ્ચિવ સ્તર પર એક નવી ઓળખ અપાવવા માટે સક્ષમ સાબિત થઈ શકે છે.

હાઇપરલૂપ ટ્રેક આખરે શું હોય છે?

સરળ ભાષામાં જો સમજવું હોય તો હાઈપરલૂપ એક અત્યાધુનિક પરિવહન પ્રણાલી છે, જે વેક્યૂમ ટ્યૂબમાં વિશિષ્ટ કેપ્સ્યૂઅલ દ્વારા અત્યંત તેજ ઝડપે મુસાફરી કરવાની શક્યતા પૂરી પાડે છે. વર્જિન હાઇપરલૂપનું પરીક્ષણ 9 નવેમ્બર 2020ના રોજ લાસ વેગાસ, યુએસએમાં 500 મીટરના ટ્રેક પર પોડ સાથે કરવામાં આવ્યું હતું. એની ઝડપ 161 ​​કિલોમીટર પ્રતિ કલાક હતી.

હાઇપરલૂપ એક હાઇ સ્પીડ ટ્રેન છે, જે ટ્યૂબમાં વેક્યૂમમાં ચાલે છે. આ ટેક્નોલોજી ઈલોન મસ્કની શોધ છે. મસ્કે આ આઈડિયા પહેલીવાર 2013માં દુનિયાની સામે રજૂ કર્યો હતો. હાઇપરલૂપ ટ્રેનની મહત્તમ સ્પીડ એક હજાર કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. આ જ કારણ છે કે જો બધું બરાબર થઈ જાય અને ભારતમાં હાઈપરલૂપ ટ્રેન શરૂ કરવામાં આવે તો એ દેશના સમગ્ર પરિવહન માળખાને બદલી નાખશે. જોકે આ ટેક્નોલોજી હજુ નવી છે અને એમાં ઘણું કામ કરવાનું બાકી છે. હાલમાં આ ટેક્નોલોજીની આર્થિક શક્યતાનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

હાઇપરલૂપ ટ્રેકની ખાસિયત શું છે?

હાઇપરલૂપ ટીમનો મૂળ ઉદ્દેશ હાઇ સ્પીડ, સસ્તું, વિશ્વસનીય અને ટકાઉ પરિવહન બનાવવાનો છે. થૈયુરમાં IIT મદ્રાસના ડિસ્કવરી કેમ્પસમાં 410 મીટરનો હાઇપરલૂપ ટેસ્ટટ્રેક પ્રથમ વખત 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવ્યો હતો. હવે પરીક્ષણો લાંબા ટ્રેક પર આગળ વધશે અને ત્યાંથી તેઓ લગભગ 600 કિમી/કલાકની ઝડપે ઝડપી બનશે.

જો વસ્તુઓ યોગ્ય રીતે ચાલશે, તો હાઇપરલૂપ ટેક્નૉલૉજી શહેરોની આગળ વધવાની અને નવી ઉત્ક્રાંતિ તરફ આગળ વધવાની રીત બદલી શકે છે. જ્યાં કલાકોની ટ્રેનની મુસાફરી મિનિટોમાં ફેરવાઈ શકે છે. ભારતીય રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે 8.34 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. જો તમે આ ટેક્નોલોજીનો હેતુ સમજવા માગતા હોવ તો હાઈપરલૂપનો હેતુ (ઉદાહરણ તરીકે) અમદાવાદથી રાજકોટ સુધીની 215 કિલોમીટરની મુસાફરી 20 મિનિટમાં કવર કરવાનો છે.

આ ટ્યૂબની અંદર ટ્રેન દોડશે.

ભારતમાં આ ટેક્નોલોજી કોણ વિકસાવી રહ્યું છે?

જો આપણે ભારતમાં આ ટેક્નોલોજીના વિકાસ વિશે વાત કરીએ તો IIT મદ્રાસના ડિસ્કવરી કેમ્પસમાં સ્થિત આ ટેસ્ટિંગટ્રેક ભારતીય રેલવે, IIT મદ્રાસની આવિસ્કાર હાઇપરલૂપ ટીમ અને TuTr હાઇપરલૂપ સ્ટાર્ટઅપની ભાગીદારીમાં બનાવવામાં આવ્યો છે. આ ટ્રેક 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શરૂ કરવામાં આવ્યો હતો અને આગામી પરીક્ષણોમાં એનું 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરીક્ષણ કરવામાં આવશે.

આ ટેક્નોલોજીને નવી ઝડપ મળી, જ્યારે ટેક બિલિયોનેર ઈલોન મસ્કે 2012માં આ ટેક્નોલોજીમાં નવા સંશોધનની જાહેરાત કરી. આ પ્રોજેક્ટમાં IIT-મદ્રાસના 76 વિદ્યાર્થી કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ 2 તબક્કામાં તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11.5 કિલોમીટરના ટ્રેકનું બાંધકામ સામેલ હશે. જરૂરી પરીક્ષણો પૂર્ણ થયા બાદ લગભગ 100 કિલોમીટરના બાકીના રૂટને આવરી લેવા માટે બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવશે.

આ ટ્રેન સીધી લાસ્ટ સ્ટોપે જ પહોંચશે અને અન્ય ટ્રેનોની જેમ વચ્ચે કોઈ સ્ટેશન પર રોકાશે નહીં.

એક સમયે કેટલા લોકો મુસાફરી કરી શકશે?

હાઇપરલૂપ ટ્રેનની ટોપ સ્પીડ 1100 કિમી પ્રતિ કલાક રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે સિસ્ટમની ઓપરેટિંગ સ્પીડ 360 કિમી પ્રતિ કલાક અથવા 100 મીટર પ્રતિ સેકન્ડ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. હાઇપરલૂપ એ ખૂબ જ હાઇ સ્પીડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, જે પોડની હાઇ સ્પીડ હિલચાલને સુનિશ્ચિત કરશે. આ પોડમાં એક સમયે અંદાજિત 24-28 લોકો બેસી શકશે. જોકે આ ટ્રેન સીધી લાસ્ટ સ્ટોપે જ પહોંચશે અને અન્ય ટ્રેનોની જેમ વચ્ચે કોઈ સ્ટેશન પર રોકાશે નહીં.

ભારત માટે આટલું મહત્ત્વનું કેમ?

હાઇપરલૂપને ભવિષ્યની ટેક્નોલોજી કહેવામાં આવે છે, તેથી ભારતમાં એનું આગમન માત્ર ભારતીય પરિવહન પ્રણાલીને જ બદલી શકતું નથી, પરંતુ એ પર્યાવરણને અનુકૂળ અને ખૂબ જ આર્થિક માધ્યમ પણ સાબિત થઈ શકે છે. આ સાથે એને પરિવહનના માધ્યમ તરીકે અપનાવવાથી ભારતમાં રોજગારીની ઘણી નવી તકો પણ ઊભી થઈ શકે છે. એકંદરે, આ ભારત માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પોડમાં એક સમયે અંદાજિત 24-28 લોકોને લેવાશે.
આ પોડમાં એક સમયે અંદાજિત 24-28 લોકોને લેવાશે.

આ ટેક્નોલોજીનો ઉપયોગ યુરોપમાં થઈ રહ્યો છે

વિશ્વના ઘણા દેશોમાં હાઈપરલૂપ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. યુરોપમાં સૌથી લાંબો હાઇપરલૂપ ટેસ્ટટ્રેક ખૂલી ગયો છે. એનું સંચાલન કરનારાઓનું કહેવું છે કે આ સુવિધા આવનારા સમયમાં લોકોની સામે હાઈપરલૂપની જરૂરિયાતને વધુ સારી રીતે વ્યાખ્યાયિત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2050 સુધીમાં યુરોપની આસપાસ કુલ 10,000 કિમી લાંબું હાઇપરલૂપ નેટવર્ક વિકસાવવામાં આવશે.

ઇલોન મસ્કે સૌપ્રથમ આ વિચાર આપ્યો હતો

વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક ઇલોન મસ્ક તેમના નવા વિચારો માટે જાણીતા છે. હાઇપરલૂપ પણ તેમનો વિચાર હતો. તેમણે આ વિચારને 2013માં બધાની સામે મૂક્યો અને એ દરમિયાન તેણે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસને જોડતી લાઇન પર ટ્રાયલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમનું માનવું હતું કે આપણે એવી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવવા પર કામ કરવું જોઈએ જે પૃથ્વી પર ફ્લાઇટ કરતાં વધુ ઝડપથી ચાલે. જે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઓછામાં ઓછો સમય લે છે.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved