China Gold Purchase : ચીનની સેન્ટ્રલ બેંકે છ મહિનાના વિરામ પછી નવેમ્બરમાં તેના અનામત માટે સોનું ખરીદવાનું ફરી શરૂ કર્યું, PBOC એ વર્ષ 2023માં વિશ્વમાં સૌથી વધુ સોનાની ખરીદી કરી હતી, સોનાની ખરીદી ફરી શરૂ કરવાથી ચીનના રોકાણકારોની માંગમાં વધારો થઈ શકે છે
China Gold Purchase : ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈના (PBOC) એ ફરીથી સોનાની ખરીદી શરૂ કરી છે. ચીને છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાની ખરીદી બંધ કરી દીધી હતી. પરંતુ તેને ફરીથી શરૂ કરવાથી તેની અસર ભારત સહિત વિશ્વ પર જોવા મળશે. એક ખાનગી મીડિયાએ જણાવ્યું છે કે, ચીનની સેન્ટ્રલ બેંકે છ મહિનાના વિરામ પછી નવેમ્બરમાં તેના અનામત માટે સોનું ખરીદવાનું ફરી શરૂ કર્યું છે. PBOC એ વર્ષ 2023માં વિશ્વમાં સૌથી વધુ સોનાની ખરીદી કરી હતી. તેની ખરીદી ફરી શરૂ કરવાથી ચીનના રોકાણકારોની માંગમાં વધારો થઈ શકે છે.
ચીનની સોનાની ખરીદીથી શું અસર થઈ શકે ?
ચીનની આ ખરીદીની અસર દુનિયા પર જોવા મળી શકે છે. વાસ્તવમાં ચીન દ્વારા આ ખરીદી સોનાની કિંમતમાં વધારો કરી શકે છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ્યારે ચીન સોનાની જંગી ખરીદી કરી રહ્યું હતું ત્યારે સોનાના ભાવમાં અચાનક વધારો થયો હતો. જોકે ગયા મહિને ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. કારણ કે ડૉલરની મજબૂતાઈને કારણે રોકાણકારોએ તેને વેચવાનું શરૂ કર્યું.
વધુ વાંચો : ચાલુ ફ્લાઈટમાં કપલે માણી અંગત પળો, પ્લેનના CCTVમાં રેકોર્ડ થઈ કામલીલા, વીડિયો વાયરલ
નોંધનિય છે કે, છેલ્લા 7 મહિનાથી ચીનથી સોનાની ખરીદી પણ બંધ છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થયો હતો. હવે ચીને ફરી એકવાર સોનાની ખરીદી શરૂ કરી છે. આવી સ્થિતિમાં તેની કિંમતમાં ફરી વધારો જોવા મળી શકે છે. શનિવારે સવારે લગભગ 10 વાગ્યે MCX પર સોનાની કિંમત 76650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.