કેનેડામાં રસોડાને લઈને થયેલા એક ઝઘડામાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી. તેની હત્યા તેના રૂમમેટે જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
નેડામાં ઓન્ટારિયોમાં એક ઝઘડા દરમિયાન 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે આ ઘટના વિશે જાણકારી આપી છે. પોલીસે આ મામલે પીડિત સાથે રહેનાર એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે લેમ્બટન કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગુરાસિસ સિંહની રવિવારે સરાનિયામાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી.
એક જ રૂમમાં રહેતા હતા મૃતક અને આરોપી
પોલીસના જણાવ્યા અનુસાર, 194 ક્વીન સ્ટ્રીટ પર ચલુથી હુમલાની જાણકારી મળી, જ્યાં સિંહ અને 36 વર્ષીય આરોપી ક્રોસ્લે હન્ટર એક જ રૂમમાં રહેતા હતા. પોલીસે આ મામલે સિંહની લાશ કબજે કરીને હંટરની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને એક જ રૂમમાં રહેતા હતા અને બંને વચ્ચે કિચનને લઈને વિવાદ થયો હતો. વિવાદ એટલી હદે વધી ગયો કે આરોપી હંટરે ગુરાસિસ પર ચાકુથી હુમલો કરી દીધો. આ હુમલામાં ગુરાસિસ સિંહનું મૃત્યુ થઈ ગયું.
આ મામલાને લઈને પોલીસ પ્રમુખ ડેરેક ડેવિસે કહ્યું કે સારનિયા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પુરાવા એકઠાં કરી રહી છે, જેનાથી એ જાણકારી મેળવી શકાય કે હત્યા કરવા પાછળની સાચું કારણ શું હતું. કોલેજ તંત્રએ પણ એક નિવેદન જારી કરીને સિંહના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. કોલેજે નિવેદન જારી કરીને કહ્યું છે કે વિદ્યાર્થીને ગુમાવવું અમારા માટે દુખદ છે. અમે ગુરાસિસની હત્યા પર શોક વ્યક્ત કરીએ છીએ.
આ પણ વાંચો: શું ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડશે? માથે આવીને પડ્યું મોટું ધર્મસંકટ, જાણો કેમ
ઉલ્લેખનીય છે કે ઓટાવામાં ભારતીય હાઈ કમિશનની વેબસાઇટ અનુસાર, કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 4 લાખ 27 હજાર છે. જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયના વર્ષ 2024ના રિપોર્ટ અનુસાર, કેનેડામાં 28 લાખ 75 હજાર ભારતીયો રહે છે.