ગુજરાતમાં GPSCની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. GPSC દ્વારા મહત્વની ગણાતી 9 પરીક્ષાઓની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. કુલ 9 જાહેરાતોની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે સંબંધિત વિષયોની પ્રાથમિક કસોટી અલગ અલગ તારીખે લેવાશે.
સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ GPSC દ્વારા આજે જે 9 પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં યોજાશે. જ્યારે સંબંધિત વિષયની પ્રાથમિક કસોટી 6 ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ અલગ તારીખો જાહેર કરવામાં આવી છે.
આ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી
- અધિક સીટી ઈજનેર (સિવિલ), વર્ગ-1 GMC
- મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 GMC
- મદદનીશ ઈજનેર(યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ)
- નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ)
- સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2
- મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-2
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2 GMC
- અધિક મદદનીશ ઈજનેર ( સિવિલ), વર્ગ-3 GMC
- અધિક મદદનીશ ઈજનેર ( વિદ્યુત), વર્ગ-3 GMC