Share Market Update: આજે સેન્સેક્સ (Sensex) 1000 પોઈન્ટ્સ ગગડીને 79,200 પર ટ્રેડિંગ કરી રહ્યો છે, જયારે નિફ્ટી (Nifty) 300 પોઈન્ટ ઘટ્યો. આઇટી અને સરકારી બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો.
Share Market Update: શેરબજાર (Share Market) માં આજે એટલે કે ગુરુવારે (19 ડિસેમ્બર) ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ (Sensex) લગભગ 1000 અંકોના ઘટાડા સાથે 79,200 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી (Nifty) માં લગભગ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 23,900 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
ગુરુવારના ટ્રેડિંગમાં, સેન્સેક્સ (Sensex) ના 30 શેરોમાંથી, 28 ઘટ્યા અને માત્ર 2માં તેજી છે, જયારે નિફ્ટી (Nifty) ના 50 શેરોમાંથી 48માં ઘટાડો અને માત્ર 2માં તેજી છે. આજે NSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો નિફ્ટી મિડસ્મોલ આઈટી એન્ડ ટેલિકોમમાં 2.14%, નિફ્ટી આઈટીમાં 1.95%, નિફ્ટી મેટલમાં 1.89% અને નિફ્ટી પીએસયુ બેંક (સરકારી બેંકો)માં 1.80%નો ઘટાડો થયો છે.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.96%, કોરિયાનો કોસ્પી 1.46% ડાઉન છે. જયારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.70% નીચે ટ્રેડ કરી રહ્યો છે. NSEના ડેટા અનુસાર, 18 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો (FIIs) દ્વારા નેટ સેલ રૂ. 1,316.81 કરોડ રહ્યું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ ₹4,084.08 કરોડના શેર ખરીદ્યા. 18 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 2.58% ઘટીને 42,326 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 2.95% ઘટીને 5,872 પર અને Nasdaq 3.56% ઘટીને 19,392 પર બંધ થયો.