આપણે બધા જ દિવસભરમાં ઘણી વસ્તુઓ માટે ગૂગલ (Google) પર આધાર રાખીએ છીએ. કશું પણ થાય તો પહેલા ગૂગલ પર સર્ચ કરીએ છીએ અને સૌથી ઉપર જે ઇન્ફોર્મેશન આવે તેને સાચી માની લઈને તેના પર ભરોસો કરી લઈએ છીએ. ઘણા અંશે આપણે ગૂગલ પરથી મળેલી ઇન્ફોર્મેશન પર અમલ પણ કરીએ છીએ. આઇટી સેક્ટરમાં ગૂગલને ટ્રેન્ડ સેટર માનવામાં આવે છે. ઘણી વાર ગૂગલના વર્ક કલ્ચરનું ઉદાહરણ પણ આપવામાં આવે છે.
નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે જનરેટિવ AI આધારિત સુવિધાઓના વિકાસને કારણે, Googleના અન્ય પ્રોડક્ટની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આટલું જ નહીં, ગૂગલનું AI પ્લેટફોર્મ જેમિની પણ લોકોની માંગને પર ખરું ઉતર્યું નથી. જેના કારણે કંપનીની બેલેન્સ શીટ ખોરવાઈ રહી છે. જનરેટિવ AI આધારિત સુવિધાઓના ડેવલોપમેન્ટમાં પાછળ ચાલી રહેલી મોટાભાગની IT કંપનીઓ નફામાં નુકસાનથી પીડાઈ રહી છે. જેના કારણે આઈટી ઇન્ડસ્ટ્રીમાં મંદીની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. આ પરિસ્થિતિઓને દૂર કરવા માટે, Google તેનું નવું AI ટૂલ whisk લઈને આવી રહ્યું છે. આ એક ઈમેજ જનરેટર પ્લેટફોર્મ છે. અન્ય IT કંપનીઓ પણ AI પ્રોડક્ટના વધુમાં વધુ ડેવલોપમેન્ટની રેસમાં સામેલ છે.
ગૂગલ (Google) ના સીઈઓ સુંદર પિચાઈએ પોતે કંપનીની મીટિંગ પછી 10 ટકા કર્મચારીઓને છટણી કરવાની યોજના વિશે માહિતી આપી છે. તેની પાછળ એઆઈ-સેન્ટ્રીક કંપનીઓ સાથેની સ્પર્ધામાં ગૂગલને નબળું ન થવા દેવાનો હેતુ જણાવવામાં આવ્યો છે. સુંદર પિચાઈએ કહ્યું કે ગુગલની સંસ્કૃતિ અને મૂલ્યોના પ્રતીક એવા Googleynessને પ્રોત્સાહન આપવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે. કારણ કે આનાથી કંપનીની નીતિઓને આધુનિક પડકારોનો સામનો કરવા માટે બદલી શકાય છે.