Weather Update : રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરી છે. હવામાનની નવી આગાહી પ્રમાણે આગામી 3 કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે વડોદરા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, હવામાનની આગાહી પ્રમાણે બપોરના 1 વાગ્યા સુધીમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-અરવલ્લી સહિત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આગામી 3 કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે ખેડા, વડોદરા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની શક્યતા છે. હવામાન અપડેટ મુજબ આજે બપોરના 1 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં વરસાદની શક્યતાને લઈ હવે ખેડુતોની ચિંતામાં પણ વધારો થયો છે.
કમોસમી વરસાદની આગાહી
આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં કેટલાક જીલ્લાઓમાં કમોસમી વરસાદ થશે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી તેમજ કચ્છ, દીવ દમણ- દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.