દૂનિયાભરમાં HMPV વાયરસના કહેર વચ્ચે નવી મુસીબત ઉભી થઇ છે. એક બાાજુ ચીનથી આવેલા HMPV વાયરસને કારણે વિશ્વમાં ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે બીજી બાજુ સુરતના પ્રાણીસંગ્રહાલયમાં પણ H5N1 વાયરસે કહેર મચાવ્યો છે.
પ્રાણી સંગ્રહાલયમાં જાજરમાન પ્રાણીઓમાં H5N1 વાયરસ ઝડપથી ફેલાતાં તેઓ બિમાર પડી રહ્યા છે. નાગપુરમાં પ્રાણીઓમાં આ વાયરસ ફેલાતાં ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થઇ ચૂક્યું છે. તેવામાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ દેશના તમામ ઝૂ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
જાણો H5N1 વિશે
એક અહેવાલ મુજબ H5N1એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકાર છે. આ બર્ડ ફ્લૂ વાયરસ છે. તે અત્યંત રોગકારક માનવામાં આવે છે કારણ કે તે મરઘાંમાં ગંભીર અને ઘણીવાર જીવલેણ બને છે. તે મુખ્યત્વે પક્ષીઓને તેમજ પ્રાણીઓમાં અસર કરે છે. H5N1 મનુષ્યો સહિત જંગલી પક્ષીઓ અને ક્યારેક સસ્તન પ્રાણીઓને પણ સંક્રમિત કરે છે. આ રોગ મનુષ્યો અને પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. H5N1 વાયરસ પ્રથમ વખત 1996માં ચીનમાં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. એક વર્ષ પછી હોંગકોંગમાં ફાટી નીકળ્યો હતો.
બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) તરીકે પણ ઓળખાય છે. એવિયન ઈન્ફલ્યુએન્ઝા અથવા બર્ડ ફ્લૂ એ એવિયન (બર્ડ) ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ) પ્રકાર A વાયરસના ચેપને કારણે થતો રોગ છે. આ વાયરસ કુદરતી રીતે સમગ્ર વિશ્વમાં જંગલી જળચર પક્ષીઓમાં ફેલાય છે અને સ્થાનિક મરઘાં અને અન્ય પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિઓને ચેપ લગાવી શકે છે.