ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં જ પતંગ ઉડાડવાનું શરૂ થઈ જાય છે. ત્યારે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ માંજાથી અનેક લોકો અને પક્ષીઓ ઘાયલ થતા હોય છે, તેમજ મૃત્યુ પામતા હોય છે. વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટમાં ચાઇનીઝ નાયલોન ગ્લાસ કોટેડ દોરી, ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે જાહેરહિતની અરજી દાખલ કરાઈ હતી.
જો કે, આ મામલે આજે (10 જાન્યુઆરી) હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ફક્ત ચાઇનીઝ દોરી કે નાયલોન દોરી જ નહીં, પરંતુ ગ્લાસ કોટેડ કોટન દોરી પર પણ પ્રતિબંધ છે. કોટન દોરી જે ગ્લાસ કોટિંગ (કાચના પાઉડરથી રંગેલી દોરી) કરેલી હોય તેના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા ઉપર પ્રતિબંધ છે અને આ મામલે પોલીસ પગલાં લઈ શકે છે. ચાઈનીઝ તુક્કલ ઉપર પણ પ્રતિબંધ જ છે.
![Jay Sharma](https://vadodaranewsnetwork.com/wp-content/uploads/2024/12/IMG-20241112-WA0025-96x96.webp?d=https://vadodaranewsnetwork.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)