ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આગામી મહિનાની 19 તારીખથી હાઇબ્રીડ મોડેલમાં શરૂ થશે. ભારતીય ટીમ પોતાની બધી જ મેચ દુબઈમાં રમશે જ્યારે બાકી મેચ પાકિસ્તાનમાં રમાશે. જોકે આની પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પાકિસ્તાનને ખૂબ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના સ્ટેડિયમોના ચેમ્પિયન્સ ટ્રોફી સુધી તૈયાર થવાની શક્યતા નથી, એવામાં ટુર્નામેન્ટને કોઈ અન્ય દેશમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, અથવા તો આખી ટુર્નામેન્ટ UAEમાં રમાઈ શકે છે. આ બધા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર ICC દળની હજરી આની પુષ્ટિ કરે છે કે ટુર્નામેંટ પાકિસ્તાનમાં જ રમાશે. તેમણે કહ્યું કે PCB એ લગભગ 12 અરબ રૂપિયા સ્ટેડિયમોના નવીનીકરણ પર ખર્ચ કર્યા છે. અમે સ્ટેડિયમમાં ચાલી રહેલા કામ વિશે અગાઉ પણ નિવેદન એટલા માટે જાહેર કર્યું હતું કે કારણ કે મીડિયા તથ્યો તપાસ કર્યા વિના અફવા ફેલાવી રહ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ICC પકિસ્તાનના ત્રણેય સ્ટેડિયમોનું નિરીક્ષણ કરવા માટે એક ટીમ પાકિસ્તાન મોકલશે. જો 12 ફેબ્રુઆરીએ વેન્યુ સોંપવા માટે તૈયાર નથી થતું તો આખી, ટુર્નામેન્ટ UAEમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જો PCB નું કહેવું છે કે ત્રણેય સ્ટેડિયમનું કામ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી પૂરું થઈ જશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની સફળતાપૂર્વક મેજબાની કરશે.