દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની વાત કરી તો સૌથી પહેલું નામ આવે એલોન મસકનું, પરંતુ શું તમે જાણો છો કે અમેરિકામાં સૌથી ધનિક ભારતીય કોણ છે? આપણામાંથી ઘણાને આનો જવાબ નહીં ખબર હોય પણ અમેરિકામાં સૌથી ધનિક ભારતીય છે જય ચૌધરી (Jay Chaudhry).
સાયબર સિક્યુરિટી કંપની zscalerના સ્થાપક જય ચૌધરી ‘ઝીરો’ થી ‘હીરો’ બન્યા છે. તેમની જીવની ઘણા લોકો માટે પ્રેરણા સમાન છે, હિમાચલ પ્રદેશના એક નાના ગામડાના વતની જય ચૌધરી આજે 10 અબજ ડોલર એટલે કે 8,62,94,08,33,000 રૂપિયાથી વધુની સંપત્તિના માલિક છે.
નાનપણમાં નાનામાં નાની વસ્તી માટે સંઘર્ષ
ગ્લોબલ બિઝનેસ વર્લ્ડમાં સફળતા મેળવનાર જય ચૌધરીની જીવનકથા મજબૂત નિર્ણયો અને હંમેશા કંઈક નવું કરવા સાથે સંકળાયેલી છે. તેમના જીવન સંઘર્ષની વિશેની વાતે લોકોનું તેમના તરફ વધુ ધ્યાન ખેંચ્યું છે. એક વ્યક્તિએ પોતાના જીવનની સફર એક એક્સ-પોસ્ટ દ્વારા વર્ણવી છે. હિમાચલ પ્રદેશના એક ગામમાંથી આવતા જય ચૌધરીની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે. આજે તેમની પાસે અપાર સંપત્તિ છે. આ મુકામે પહોંચવા માટે જય ચૌધરીએ ખૂબ જ મહેનત કરી છે. બાળપણમાં નાની-નાની બાબતો માટે સંઘર્ષ કરનાર જય ચૌધરી પાસે કુલ 10 અબજ ડોલરથી વધુની સંપત્તિ છે.
ના પીવાનું પાણી, ના વીજળી
જય ચૌધરીનું બાળપણ એટલી ગરીબીમાં વીત્યું કે તેમની પાસે પીવા માટે પાણી કે વીજળી પણ નહોતી. શાળાએ જવા માટે 4 કિમી ચાલીને જતા. જય ચૌધરીનું બાળપણ હિમાચલ પ્રદેશના પનોહ ગામમાં વિત્યું. ખેડૂત પરિવારમાં જન્મેલા જય ચૌધરીનાં ઘરમાં પાયાની સુવિધાઓ પણ નહોતી. આ જ કારણ હતું કે તેને ઝાડ નીચે ભણવું પડ્યું. ભણવામાં ખૂબ જ ઉત્સાહ હોવાથી, તે ગામથી ચાર કિલોમીટર દૂર ધુસરામાં આવેલી સ્કૂલમાં રોજ 4 કિલોમીટર ચાલીને જતા.
1996માં શરૂ કરી જર્ની
શૈક્ષણિક ક્ષેત્રે જય ચૌધરીએ IIT વારાણસીમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું, ત્યારબાદ તેઓ 1980માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા, જ્યાં તેમણે સિનસિનાટી યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી અને બાદમાં હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પૂરો કર્યો. જય ચૌધરીની બિઝનેસ જર્ની 1996માં શરૂ થઈ જ્યારે તેમણે તેમની પત્ની જ્યોતિ સાથે મળીને ઇન્ટરનેટ સેફ્ટી કંપની SecureIT માં રોકાણ કર્યું. તે પછી, તેમણે એરડિફેન્સ અને સાઇફર ટ્રસ જેવી ઘણી સફળ કંપનીઓનો પાયો નાખ્યો.
