બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ અને આઇસીસીના અધ્યક્ષ જય શાહને મેલબોર્ન ક્રિકેટ ક્લબના નવા વર્લ્ડ ક્રિકેટ કનેક્ટસ એડવાયઝરી બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. જય શાહ આ બોર્ડના 13 કોર મેમ્બર કમિટીમાંના એક છે, જે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાની અધ્યક્ષતા હેઠળ છે. આ વર્ષે વર્લ્ડ ક્રિકેટ કનેક્ટસનું આયોજન આગામી 7 અને 8 જૂનના રોજ લોર્ડસમાં થશે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલા યોજાશે.
ગયા વર્ષે આ બોર્ડ દ્વારા 100 થી વધુ ક્રિકેટરોએ ક્રિકેટની ચર્ચામાં ભાગ લીધી હતો પરંતુ જય શાહ તેમ હાજર રહ્યા નહોતા. આ બોર્ડના અન્ય કોર મેમ્બરમાં સૌરવ ગાંગુલી, ગ્રીમ સ્મિથ, એન્ડ્રુ સ્ટ્રોસ અને ઇંગ્લેન્ડની મહિલા ટીમની કેપ્ટન હીથર નાઈટનો સમાવેશ થાય છે.
MCC ચેરમેનનું નિવેદન
મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC) ના ચેરમેન માર્ક નિકોલસે જણાવ્યું હતું કે, “વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ્સ એડવાઇઝરી બોર્ડની સ્થાપનામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અમે ક્રિકેટ સાથે જોડાયેલા અલગ અલગ દેશ અને ક્ષેત્રના શ્રેષ્ઠ અને પ્રભાવશાળી લોકોની એક ટીમ તૈયાર કરી છે. મને આ અનુભવી ટીમ સાથે કામ કરવાનો આનંદ છે અને વૈશ્વિક રમતના લાભ માટે આપણે સામૂહિક રીતે શું પ્રાપ્ત કરી શકીએ છીએ તે અંગે હું ઉત્સાહિત છું.”
વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ્સ એડવાઇઝરી બોર્ડ મેમ્બર્સ
કુમાર સંગાકારા (ચેરમેન), અનુરાગ દહિયા (ICC ચીફ કોમર્શિયલ ઓફિસર), ક્રિસ ડેહરિંગ (CWI CEO), સૌરવ ગાંગુલી, સંજોગ ગુપ્તા (Jiostar CEO – સ્પોર્ટ્સ), મેલ જોન્સ, હીથર નાઈટ, ટ્રુડી લિન્ડબ્લેડ (ક્રિકેટ સ્કોટલેન્ડ CEO), હીથર મિલ્સ (વર્લ્ડ ક્રિકેટર્સ એસોસિએશનના પ્રમુખ), ઇમ્તિયાઝ પટેલ (ભૂતપૂર્વ સુપરસ્પોર્ટ પ્રમુખ), જય શાહ, ગ્રીમ સ્મિથ, એન્ડ્રુ સ્ટ્રોસ.
