કેન્દ્ર સરકારે 12 રાજ્યોના આપત્તિ નિવારણને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સહિત 12 રાજ્યને વિશેષ સહાય માટે રૂપિયા 1200 કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્ર સરકારે 2 હજાર કરોડથી વધુની રકમના પ્રોજેક્ટને મંજૂર કર્યા છે. સાથે સાથ ફોરેસ્ટ ફાયર રીસ્ક મેનેજમેન્ટ માટે પણ સહાયને મંજૂરી આપી દીધી છે.
આપત્તિ નિવારણમાં વિશેષ સહાય મંજૂર
કેન્દ્ર સરકાર રાજ્યોને 1200 કરોડની સહાય કરશે તેમજ દુષ્કાળની શક્યતા ધરાવતા 12 રાજ્યોના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. ફોરેસ્ટ ફાયર રીસ્ક મેનેજમેન્ટ માટે પણ સહાયને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગુજરાત સહિત 19 રાજ્યોના 144 જિલ્લાઓને ફોરેસ્ટ ફાયર માટે 818 કરોડ મંજૂર કર્યા છે. જંગલની આગને હળવી કરવી, આગ સામે સજ્જતા સહિતના મુદ્દાઓ પર કાર્ય થશે.
ગૃહમંત્રી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, જેના કારણે રાજ્યની આપત્તિ નિવારણની સાધન સામગ્રી સહિતની સિસ્ટમ મજબૂત બનશે તેમજ આગ સહિતની દૂર્ઘટનાઓ સામે લડવાની પ્રતિબદ્ધતા પણ વધશે