Vadodara News Network

મહાકુંભ જવું સરળ બન્યું, આખરે આ એરલાઇન્સે ભાવ ઘટાડ્યાં, સાથે વધારી ફ્લાઇટ્સની સંખ્યા

ઈન્ડિગોએ ભાડા સ્થિર રાખવાની ખાતરી આપી

સરકારે એરલાઇન કંપનીઓને ટિકિટના ભાવ સ્થિર રાખીને આ રૂટ પર વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરવા જણાવ્યું છે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, એરલાઈને ભાડાં સ્થિર રાખવાની પણ ખાતરી કરી છે અને તે તેના તમામ ગ્રાહકોને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ડિગોએ પ્રયાગરાજ ફ્લાઈટના ભાડામાં 30-50 ટકાનો ઘટાડો કર્યો છે. એરલાઈન અનુસાર તેમણે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ એરપોર્ટથી ફ્લાઈટ્સ અને સીટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સમયગાળા દરમિયાન ઈન્ડિગો પ્રયાગરાજને ભારતમાં 10 સ્થળો સાથે જોડશે. તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, લખનૌ, રાયપુર અને ભુવનેશ્વર સાથેની હાલની કનેક્ટિવિટી ઉપરાંત અમદાવાદ, કોલકાતા અને જયપુરની ફ્લાઈટ્સનો સમાવેશ થશે”

ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો

આ તરફ Akasa Air એ પણ પ્રયાગરાજ માટે ફ્લાઇટના ભાડામાં 30-45 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે એરલાઈને શહેરમાં ફ્લાઈટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અકાસા એરએ કહ્યું કે, તેમણે પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુથી પ્રયાગરાજ માટે વિશેષ ફ્લાઇટ શરૂ કરી છે. આ મુંબઈ અને દિલ્હીથી દૈનિક સીધી ફ્લાઇટ સેવા ઉપરાંત છે.

મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાનની યોજનામાં મોટો ફેરફાર

મહાકુંભમાં થયેલી નાસભાગને જોતા હવે મેળા વિસ્તારમાં ભક્તોની સલામતી માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. જ્યાં ભીડનું દબાણ વધે છે તેવા વિસ્તારોની ઓળખ કરીને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. ડાયવર્ઝન પર ખાસ ભાર મૂકવામાં આવશે અને ભીડનું દબાણ વધે નહીં તેની ખાતરી કરવામાં આવશે. વધુ ઘણા રૂટને વન વે બનાવવામાં આવી રહ્યા છે. સંગમ પર વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યાં વધુ પાંચ સ્થળોએ બેરિકેડીંગ કરવામાં આવશે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved