કોવિડ 19 બાદ ભારતને મેડિકલ ક્ષેત્રમાં દુનિયાભરમાં એક મોટી ઓળખ મળી છે. દેશ મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છે. તો ચાલો મેડિકલ ટુરિઝમ વિષે વિગતે માહિતી મેળવીએ.
નાણાકીય મંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કર્યું. પોતાના બજેટના ભાષણ દરમિયાન નાણાકીય મંત્રીએ કૃષિ, ઉધોગ, સ્વાથ્ય અને શિક્ષા પર ઘણી મોટી ઘોષણા કરી છે. આ દરમિયાન નિર્મલા સિતારમણે મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાની પણ વાત કરી છે. નાણાકીય મંત્રીએ કહ્યું કે પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારીમાં ભારતમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે..
જણાવી દઈએ કે કોવિડ 19 બાદ ભારતને મેડિકલ ક્ષેત્રમાં દુનિયાભરમાં એક મોટી ઓળખ મળી છે. દેશ મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છે. તો ચાલો મેડિકલ ટુરિઝમ વિષે વિગતે માહિતી મેળવીએ.
શું હોય છે મેડિકલ ટુરિઝમ
હકીકતમાં જ્યારે કોઈ દેશના નાગરિક મેડિકલ સહાયતા કે સારવાર માટે કોઈ બીજા દેશની યાત્રા કરે છે, તો તેને મેડિકલ ટુરિઝમ કહેવામાં આવે છે. મેડીકલ ટુરિઝમનો ટ્રેન્ડ છેલ્લા અમુક વર્ષોથી ખૂબ ઝડપથી વધ્યો છે. ઘણા દેશોમાં આને ઇન્ડસ્ટ્રીના રૂપે પણ જોવામાં આવે છે. મેડિકલ ટુરિઝમમાં સારવારની સાથે ટ્રાવેલિંગ, રહેવાની વ્યવસ્થા અને ટ્રીટમેન્ટ બાદ થતી દેખરેખનો પણ સમાવેશ થાય છે.
કેમ વધી રહ્યો છે મેડિકલ ટુરિઝમનો ટ્રેન્ડ
ઘણા દેશોમાં સારવારની કિંમતો વિકસિત દેશોની સરખામણીએ ઘણી સસ્તી હોય છે. ભારત, થાઈલેન્ડ, મલેશિયા અને મેક્સિકો જેવા દેશોમાં સારવારમાં થતો ખર્ચ અમેરિકા કે યુરોપની સખામણી ઘણો ઓછો હોય છે. આ જ કારણે મોટા ભાગના લોકો આ દેશોમાં ઈલાજ માટે આવે છે. આનું એ પણ કારણ છે કે ઘણા દેશોમાં નવી-નવી ચિકિત્સા પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી દર્દીઓને ઉત્તમ સારવાર મળે છે.
કેમ વિદેશી ભારતમાં કરાવે છે સારવાર
યુરોપ અને અમેરિકાની તુલનામાં, ભારતમાં સારવારનો ખર્ચ લગભગ 30% સુધી ઓછો છે. મેડિકલ સુવિધાઓ માટે ભારતને દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી સસ્તું સ્થળ માનવામાં આવે છે. ભારતમાં મૃત્યુદર પણ અમેરિકા કરતા ઓછો છે.
એક અંદાજ મુજબ, ભારતમાં ઇન્ફર્ટિલિટીની સારવારનો ખર્ચ યુરોપ કે અન્ય દેશો કરતાં એક ચતુર્થાંશ છે. IVF અને ART થેરાપીને કારણે, મોટાભાગના લોકો ભારતમાં સારવાર કરાવવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, ભારત વિદેશથી આવતા દર્દીઓને ઈ-મેડિકલ વિઝા જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.
રિપોર્ટ્સ અનુસાર મેડિકલ ટુરિઝમમાં વધુ પડતા લોકો કોસ્મેટિક સર્જરી, ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, ડેન્ટલ કેર, ઓર્ગન, ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન અને કેન્સરની સારવાર કરાવે છે.