અમદાવાદ શહેરના પકવાન જંકશન, આરટીઓ સર્કલ સહિતના જંકશન ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળે છે, ઘણીવાર શહેરના જંકશન ઉપર ટ્રાફિક ઓછો હોય છતાં ટ્રાફિક સિગ્નલના ટાઇમર માં વધુ સમય ફિક્સ કરેલ હોવાથી વાહન ચાલકો વધુ સમય માટે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું પડે છે. પણ હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના 400 જંકશન ને આવરી લેતી ‘અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ’ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી શરુ કરી છે.
જો કોઇ રોડ ઉપર કોઇ વાહન બંધ પડી ગયું હોય તેવા કિસ્સામાં વાહનચાલકોને વૈકલ્પિક રુટની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે જેના માટે વેરીયેબલ મેસેજિંગ ડિસ્પ્લે બોર્ડ (વીએમડી) લગાડવામાં આવશે. આ સિવાય સોફ્ટવેરને અપડેટ કરીને ઓવરસ્પીડીંગ કરનારા વાહનો આઇડેન્ટીફાઇવ કરી શકાશે સાથે વાહનોની નંબર પ્લેટ પણ આઇડેન્ટિફાઇવ કરી શકાશે.
આ બાબતે વધુ વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કોર્પોરેશન દ્વારા ‘અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ’ લગાડવા માટે કન્સલટન્ટની નિમણુંક કરવામાં આવી છે. કન્સલટન્ટને રુ.1.80 કરોડની ફી ચૂકવવામાં આવશે. કન્સલ્ટન્ટ દ્વારા શહેરના જુદા જુદા ઝોનમાં 400 જંકશનો ઉપર ‘અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ’ લગાડવા માટે ટેન્ડરથી માડીને પ્રાઇઝ બીડ સુધીની પ્રક્રિયા કરવામાં આવશે.પ્રાથમિક ધોરણે શહેર ના 36 ટ્રાફિક જંકશન પર આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.