Vadodara News Network

સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ

Sonia Gandhi : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બિહારના મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘પૂઅર લેડી’ કહીને બોલાવવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સુધીર ઓઝા નામના વકીલે શનિવારે CGM કોર્ટમાં આ ફરિયાદ કરી હતી. કોર્ટે તેનો સ્વીકાર કર્યો હતો. આ કેસની સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે. અરજદારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ સહ-આરોપી તરીકે નામ આપ્યા છે અને તેમની સામે પણ કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.

સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી ટિપ્પણી બદલ સોનિયા ગાંધી વિરુદ્ધ બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની એક કોર્ટમાં શનિવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર તેમની ‘પૂઅર લેડી’ ટિપ્પણી બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મુઝફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાએ સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ FIR નોંધવાના નિર્દેશની વિનંતી કરી.

અરજીકર્તા સુધીરે કહ્યું કે, સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટ સત્ર દરમિયાન તેમના સંબોધન પછી રાષ્ટ્રપતિ પર સોનિયા ગાંધીએ કરેલી ટિપ્પણી અત્યંત વાંધાજનક હતી. ઓઝાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ એક મહિલા છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેમના વિરુદ્ધ આ ટિપ્પણી વાંધાજનક છે. કોર્ટે સુનાવણી માટે 10 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પછી સોનિયા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, પૂઅર લેડી અંતે થાકી ગઈ હતી. આ સાથે જ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને બોરિંગ ગણાવ્યું હતું. સોનિયાના આ નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપે સોનિયાની ટિપ્પણીની સખત નિંદા કરી હતી. PM મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. રાષ્ટ્રપતિ ભવને તેને દુર્ભાગ્યપૂર્ણ અને અપમાનજનક ટિપ્પણી ગણાવી હતી.

સોનિયાની ટિપ્પણી પર PM મોદીએ શું કહ્યું?

સોનિયા ગાંધીની ટિપ્પણીને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશે ફરીથી કોંગ્રેસના રાજવી પરિવારનો ઘમંડ જોયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંસદને સંબોધિત કર્યું. તેમણે દેશવાસીઓને સિદ્ધિઓ અને વિકસિત ભારતના વિઝન વિશે જણાવ્યું. હિન્દી તેમની માતૃભાષા નથી છતાં તેમણે ખૂબ જ ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું. પરંતુ કોંગ્રેસનો રાજવી પરિવાર તેમનું અપમાન કરવા પર ઉતરી આવ્યો છે. તેઓએ રાષ્ટ્રપતિને પૂઅર લેડી કહ્યા. આ દેશના આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved