પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે. દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર સામે આવી છે, જેમાં ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા પહેરીને પીએમ મોદી સંગમમાં ડૂબકી લગાવતા દેખાઈ રહ્યા છે.
આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. પીએમ મોદી સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ હાજર રહેશે.
નોંધનીય છે કે, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 14 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, યુપીના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણા દેશોના પ્રતિનિધિઓએ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી છે.