Delhi Exit Poll Results 2025: દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું. જ્યારબાદ હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન બાદ એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર દેખાઈ છે. આમ આદમી પાર્ટીને ઝટકો લાગતો નજરે પડી રહ્યો છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ચાણક્ય સ્ટ્રેટજીસના એક્ઝિટ પોલના અનુસાર, ભાજપને 39થી 44 બેઠક, આપને 25થી 28 બેઠક અને કોંગ્રેસને 2થી 3 બેઠક મળવાનો અંદાજ છે.
MATRIZEના સર્વેમાં આપને ઝટકો
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પહેલા પરિણામમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. MATRIZEના સર્વે અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 32થી 37, ભાજપને 35થી 40 અને કોંગ્રેસને 0થી 1 બેઠક મળવાનો અંદાજ છે.
દિલ્હીમાં 5 વાગ્યા સુધી કેટલું મતદાન?
ચૂંટણી પંચના અનુસાર, દિલ્હીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન નોંધાયું. જેમાં સૌથી વધુ મુસ્તફાબાદ બેઠક પર મતદાન થયું છે. હવે દિલ્હીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે.
![Jay Sharma](https://vadodaranewsnetwork.com/wp-content/uploads/2024/12/IMG-20241112-WA0025-96x96.webp?d=https://vadodaranewsnetwork.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)