પંજાબ એન્ડ સિંધ બેન્કે બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવા ઇચ્છતા યુવાઓને એક મોટો મોકો આપ્યો છે. બેન્કે 100 થી વધારે પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીના માધ્યમે અલગ-અલગ રાજ્યોમાં નિયુક્તિ થશે. ખાસ વાત એ છે કે આ પસંદિત ઉમેદવારોને 85 હજારથી વધારે પગાર મળશે. આ વેકેન્સી માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો બેન્કની સત્તાવાર વેબસાઇટ punjabandsindbank.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
પંજાબ એન્ડ સિંધ બેન્કની આ વેકેન્સી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે 28 ફેબ્રુઆરી 2025 સુધીનો સમય છે.
આ ભરતી અભિયાન હેઠળ અલગ-અલગ રાજ્યોમાં 110 પોસ્ટ ઉપલબ્ધ છે.
અરુણાચલ પ્રદેશ: 5 પોસ્ટ્સ
આસામ: 10 પોસ્ટ્સ
ગુજરાત: 30 પોસ્ટ્સ
કર્ણાટક: 10 પોસ્ટ્સ
મહારાષ્ટ્ર: ૩૦ પોસ્ટ્સ
પંજાબ: 25 પોસ્ટ્સ
લાયકાત અને અનુભવ
ઉમેદવારો માટે જરૂરી છે કે તે ભારત સરકાર દ્વારા માન્ય વિશ્વવિધ્યાલયથી કોઈ પણ વિષય પર ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. સાથે જ અરજી કરતી વખતે ઉમેદવારોને પોતાની માર્કશીટ/ ડિગ્રી પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત રહેશે. ઉમર મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જે 20 થી 30 વર્ષે વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં, ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્ક્રીનીંગ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને જો જરૂરી હોય તો સ્થાનિક ભાષામાં નિપુણતાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં 120 માર્કના 120 પ્રશ્ન રહેશે. બિન અનામત અને EWS શ્રેણીના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 40% ગુણ અને અનામત શ્રેણીઓ માટે 35% ગુણ જરૂરી રહેશે. આ પ્રક્રિયામાં, GATE જેવી અન્ય પરીક્ષાઓમાં ઉમેદવારોના પ્રદર્શનને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
