બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર ઉત્તર દિશામાં નોંધાયું હતું.
ભૂકંપના આંચકાને કારણે ઈકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયા નથી.
ઉલ્લેખનીય છે કે, આજથી ત્રણ મહિના પહેલા પણ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આચકો આવ્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમે આને અપડેટ કરી રહ્યા છીએ…
