Vadodara News Network

આ તારીખથી IPL 2025ની શરૂઆત, પહેલી મેચમાં ટકરાશે KKR-RCB

દુનિયાભરના ક્રિકેટ ચાહકો ક્રિકેટની સૌથી મોટી લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માટે મેગા ઓક્શન ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયું હતું, જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની ટીમોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. હવે દર્શકો ફક્ત IPLની આગામી સીઝનની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી

IPAનું આયોજન કરનાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી IPL 2025 ના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, ક્રિકબઝના એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓ સાથે મુખ્ય મેચોની તારીખો શેર કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 18મી આવૃત્તિ 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. IPL 2025 ની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે.

IPL 2025 ની મુખ્ય મેચ તારીખો

IPL 2024 ની રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પણ તેમના અભિયાનની શરૂઆત હોમ ગ્રાઉન્ડ (રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ) થી કરશે. તેઓ 23 માર્ચ, રવિવારના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે. બપોરે શરૂ થનારી આ મેચ આ સિઝનમાં SRH માટે પહેલી ઘરઆંગણેની મેચ હશે. ગયા સીઝનની જેમ, IPL 2025 માં પણ, ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ માટે બીજું ઘરેલું સ્ટેડિયમ હશે. રોયલ્સ ત્યાં બે મેચ રમશે, 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને 30 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે.

હૈદરાબાદ અને કોલકાતા પ્લેઓફ મેચોનું આયોજન કરશે

હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ક્વોલિફાયર 1 અને એલિમિનેટરનું આયોજન કરશે, જ્યારે ક્વોલિફાયર 2 અને ફાઇનલ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. IPL 2025 ની ફાઇનલ મેચ 25 મેના રોજ કોલકાતાના પ્રતિષ્ઠિત ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે.

બ્રોડકાસ્ટર્સની વિનંતી પર BCCI એ IPL ની તારીખોમાં ફેરફાર કર્યો

12 જાન્યુઆરીએ મુંબઈમાં મળેલી ખાસ સામાન્ય સભા (SGM) પછી, BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સંકેત આપ્યો હતો કે IPL 2025 23 માર્ચથી શરૂ થશે. જોકે, ત્યારથી BCCI એ સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે IPL શરૂ કરવાનો ફેરફાર બ્રોડકાસ્ટર્સની વિનંતી પર કરવામાં આવ્યો હતો. IPL 2025 નું સંપૂર્ણ સમયપત્રક આગામી થોડા દિવસોમાં જાહેર થવાની ધારણા છે.

IPL 2025 સ્થળો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ

એમ ચિન્નાસ્વની સ્ટેડિયમ, બેંગલુરુ

એકાના સ્ટેડિયમ, લખનૌ

મુલ્લાનપુર સ્ટેડિયમ, મોહાલી

અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર

ઇડન ગાર્ડન્સ, કોલકાતા

રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદ

બારસાપારા સ્ટેડિયમ, ગુવાહાટી

એચપીસીએ સ્ટેડિયમ, ધર્મશાલા

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer
Vadodara
26°C
Clear sky
2.8 m/s
85%
756 mmHg
05:00
26°C
06:00
26°C
07:00
28°C
08:00
30°C
09:00
33°C
10:00
36°C
11:00
38°C
12:00
40°C
13:00
42°C
14:00
42°C
15:00
43°C
16:00
42°C
17:00
42°C
18:00
40°C
19:00
37°C
20:00
37°C
21:00
34°C
22:00
32°C
23:00
31°C
00:00
30°C
01:00
29°C
02:00
28°C
03:00
27°C
04:00
27°C
05:00
26°C
06:00
26°C
07:00
28°C
08:00
30°C
09:00
33°C
10:00
36°C
11:00
39°C
12:00
41°C
13:00
42°C
14:00
43°C
15:00
44°C
16:00
44°C
17:00
43°C
18:00
41°C
19:00
39°C
20:00
36°C
21:00
33°C
22:00
31°C
23:00
30°C

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved