Vadodara News Network

કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ:18 ઘાયલ, લેન્ડિંગ દરમિયાન પલટ્યું; ટેક્નિકલ ખામીને કારણે દુર્ઘટના

કેનેડાના ટોરોન્ટોમાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એર લાઇન્સનું વિમાન ક્રેશ થયું. આમાં 18 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વિમાનમાં 80 લોકો સવાર હતા. વિમાનમાં 76 મુસાફર અને 4 ક્રૂ-સભ્યો સવાર હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન અમેરિકાના મિનિયાપોલિસથી ટોરોન્ટો આવી રહ્યું હતું. ફ્લૅપ એક્ટ્યુએટર ફેલ્યોર (FAF)ના કારણે વિમાન અચાનક પલટી ગયું. એનો અર્થ એ કે લેન્ડિંગ દરમિયાન વિમાનની વિંગ્સ પરના ફ્લૅપ્સ યોગ્ય રીતે કામ કરતા ન હતા.

એ જ સમયે કેટલાક લોકો કહે છે કે અકસ્માત સમયે ટોરોન્ટોમાં ભારે બરફનું તોફાન હતું. હવામાન વિભાગ કેનેડા અનુસાર, 65 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ કારણે વિમાન પલટી ગયું. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

 

ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડા (TSB) આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ આમાં મદદ કરી રહ્યું છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved