Vadodara News Network

હોળી પહેલાં ઝટકો, કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં વધારો:વીમા પૉલિસી પ્રીમિયમ ચુકવણીના નિયમો બદલાયા; આજથી 4 ફેરફાર થયા

હોળી પહેલાં તેલ કંપનીઓએ LPG ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. LPG સિલિન્ડરના નવા દર શનિવાર, 1 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યા છે. નવો મહિનો એટલે કે માર્ચ તેની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6 રૂપિયા મોંઘો થઈ ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાના નોમિની સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વીમા પોલિસીના પ્રીમિયમ ચુકવણીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

માર્ચ મહિનામાં થઈ રહેલા 4 ફેરફાર…

1. કોમર્શિયલ સિલિન્ડર 6 રૂપિયા મોંઘું, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહિ

આજથી, 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 6 રૂપિયા વધી ગઈ છે. દિલ્હીમાં તેની કિંમત રૂ.6 વધીને રૂ.1803 થઈ ગઈ. પહેલા તે રૂ.1797માં મળતો હતો. કોલકાતામાં તે રૂ.1913માં મળે છે, જે 6 રૂપિયાનો વધારો દર્શાવે છે, અગાઉ તેની કિંમત રૂ.1907 હતી.

મુંબઈમાં સિલિન્ડરનો ભાવ 1749 રૂપિયાથી 5.5રૂપિયા વધીને 1755.50 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં સિલિન્ડર 1965 રૂપિયામાં મળે છે. જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે દિલ્હીમાં રૂપિયા 803 અને મુંબઈમાં રૂપિયા 802.50માં મળે છે.

આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 6 રૂપિયા વધી ગઈ.
આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 6 રૂપિયા વધી ગઈ.

2. મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ ખાતામાં 10 લોકોને નોમિની બનાવી શકાશે

બજાર નિયમનકાર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાના નોમિની સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. રોકાણકારો હવે તેમના ડીમેટ ખાતા અથવા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં 10 વ્યક્તિઓને નોમિનેટ કરી શકે છે. તેમનો ઉદ્દેશ્ય બિનદાવા કરાયેલી સંપત્તિ ઘટાડવાનો અને રોકાણોના સારા મેનેજને પ્રોત્સાહન આપવાનો છે.

૩. વીમા પૉલિસીના પ્રીમિયમ ચુકવણીના નિયમોમાં ફેરફાર

વીમા નિયમનકાર IREDA એ જીવન અને આરોગ્ય વીમા કંપનીઓને ‘વીમા-ASBA’ નામની નવી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. આ સુવિધા હેઠળ, પોલિસી ખરીદનાર વ્યક્તિ પોતાના બેંક ખાતામાં વીમા પ્રીમિયમની રકમ બ્લોક કરી શકે છે. આ પૈસા ફક્ત ત્યારે જ કાપવામાં આવશે જ્યારે વીમા પૉલિસી જારી કરવામાં આવશે.

હાલમાં જ્યારે કોઈ વ્યક્તિ વીમો ખરીદે છે, ત્યારે તેણે પહેલા પ્રીમિયમ ચૂકવવું પડે છે, પરંતુ આ નવી વીમા-ASBA સુવિધા હેઠળ, ગ્રાહકે પહેલા પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. આ માટે, પ્રીમિયમ રકમ ગ્રાહકના બેંક ખાતામાંથી અનામત (બ્લોક) કરવામાં આવશે અને જો વીમા કંપની ગ્રાહકની અરજી સ્વીકારે છે, તો જ આ પૈસા ખાતામાંથી કાપવામાં આવશે. જો પોલિસી મંજૂર ન થાય, તો પૈસા ખાતામાં સુરક્ષિત રહેશે અને કાપવામાં આવશે નહીં.

  • જો વીમા કંપની અરજી રિડેક્ટ કરે છે, તો પૈસા તરત જ ખાતામાં અનબ્લોક થઈ જશે.
  • પોલિસી પ્રાપ્ત થયા પછી જ પૈસા કાપવામાં આવશે.
  • આ સુવિધા સૌપ્રથમ વ્યક્તિગત પોલિસી ધારકો માટે ઉપલબ્ધ રહેશે.

4. પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા લોકોએ KYC કરાવવું જોઈએ

જો પંજાબ નેશનલ બેંક (PNB) માં 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન હોય, તો બેંક ખાતું બંધ કરી શકાય છે. બેંકે આ અંગે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે. બેંક આવાં ખાતાંને નિષ્ક્રિય કરી શકે છે એટલે કે તેમને બંધ કરી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારું બેંક ખાતું એક્ટિવ રહે, તો તમારે તમારું KYC અપડેટ કરાવવું પડશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

આજે એટલે કે 1 માર્ચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં, દિલ્હીમાં, પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમજ, મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહ્યું છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved