આજે 10 એપ્રિલ બુધવારના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક માંગમાં ઘટાડો થવાને લીધે 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોમવારે ભાવ ઘટયા હતા પણ મંગળવારે વધારો નોંધાયા બાદ આજે બુધવારે મોટો ઘટાડો થયો છે.
બુધવારે રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સ્થાનિક માંગમાં ઘટાડો થવાને કારણે 24 કેરેટ સોનાનો ભાવ 1050 રૂપિયા ઘટીને 90200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે મંગળવારે તેનો ભાવ 91250 રૂપિયા હતો. 99.5% શુદ્ધ સોનાનો ભાવ પણ એ જ પ્રમાણમાં ઘટીને 89750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જોકે ચાંદીના ભાવ 500 રૂપિયા વધીને 93200 રૂપિયા પ્રતિ કિલો થયા હોવાથી રોકાણકારોને રાહત મળી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો
જો કે માત્ર સ્થાનિક બજારોમાં જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે ડે દિલ્હીના ઘટાડાથી ઊંધું વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. આંતર રાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2.08% એટલે કે લગભગ 61.98 ડોલરનો વધારો નોંધાવીને પ્રતિ ઔંસ 3044.14 ડોલર પર પહોંચી ગયો છે.
