Vaibhav Suryavanshi : દેશભરમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવાનો સમય આવી ગયો છે. CBSE અને રાજ્ય બોર્ડના પરિણામો એક પછી એક આવી રહ્યા છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીના પરિણામના સમાચાર છે જે બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર વૈભવ સૂર્યવંશીએ CBSE બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને તેમાં નાપાસ થયો હતો. હવે આ તો પેલી કહેવત જેવી વાત થઈ ગઈ કે, રમતગમતમાં હીરો અને અભ્યાસમાં શૂન્ય. પરંતુ જે સમાચાર બહાર આવ્યા છે તેમાં કેટલી સત્યતા છે તે શોધવું પણ તેટલું જ મહત્વપૂર્ણ છે.
શું વૈભવ સૂર્યવંશી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો ?
સોશિયલ મીડિયા મુજબ વૈભવ સૂર્યવંશીની નિષ્ફળતાના સમાચારની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આવું કઈ જ નથી. મતલબ કે વૈભવ સૂર્યવંશી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા ન હતા. તો શું તેણે પરીક્ષા પાસ કરી છે? ના એવું નથી. કારણ કે પાસ કે ફેલનો પ્રશ્ન ત્યારે જ ઉદ્ભવશે જ્યારે તેઓ પરીક્ષા આપશે. હવે પ્રશ્ન એ છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ સમાચાર શું હતા?
