ભારત પોતાની પહેલી મેચ ક્યારે અને કોની સામે રમશે?
ભારત 10 સપ્ટેમ્બરથી UAE સામે ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે જેમાં ભારતની જીતની સંભાવના 96 ટકા તો યુએઈની જીતની સંભાવના ફક્ત 4 ટકા છે. ત્યાર બાદ ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આ પછી, 19 સપ્ટેમ્બરે ઓમાન સામે મેચ છે. લીગ રાઉન્ડ પછી, સુપર-ફોરનો વારો આવશે. લીગ રાઉન્ડમાં પાકિસ્તાન સામે રમ્યા બાદ, ભારત સુપર-ફોરમાં પણ તેના પડોશીઓ સામે ટકરાશે. જો બધું બરાબર રહ્યું, તો બંને ટીમો ત્રીજી વખત ફાઇનલમાં ટકરાશે.
ભારતે કેટલી વાર જીત્યો એશિયા કપ?
ભારતે અત્યાર સુધી 8 વાર એશિયા કપ જીત્યો છે જેમાં સાત વખત ODI ફોર્મેટમાં અને એક વખત T20 ફોર્મેટ સામેલ છે. આ વખતે પણ ભારત એશિયા કપ જીતવાની મજબૂત દાવેદાર છે.
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંઘ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જીતેશ શર્મા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ જસપ્રિય અને બી. રિઝર્વ ખેલાડીઓ – પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ.
