Vadodara News Network

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 9000 બળાત્કાર:ત્રણ ટકા આરોપીને પણ સજા નહીં, દુષ્કર્મની 60% ઘટના ગામડામાં નોંધાય છે, વિવિધ ગુનાના 8 હજાર આરોપી હજુ ફરાર

  • વિધાનસભા સત્રમાં ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં રોજ સરેરાશ 2થી 3 હત્યા, દારૂ સંબંધિત 6.20 લાખથી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મના 8849 કેસ નોંધાયા છે, એટલે કે દર દિવસે સરેરાશ 8 દુષ્કર્મના કેસ નોંધાય છે. તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં સરકારે આપેલી માહિતી મુજબ જૂન 2022થી મે 2025 સુધી, દુષ્કર્મના કુલ કેસમાંથી ગ્રામીણ વિસ્તારોમાં 60% એટલે કે 5330 અને શહેરી વિસ્તારમાં 40% એટલે કે 3519 કેસ નોંધાયા હતા. એનસીઆરબીના ડેટા મુજબ, ગુજરાતમાં 3% આરોપીઓને પણ દુષ્કર્મના કેસમાં દોષી ઠરાવવામાં આવ્યા નથી. આ સમયગાળા દરમિયાન 2882 હત્યા એટલે કે રોજ સરેરાશ 2 કે 3 હત્યા નોંધાઇ છે. આ ઉપરાંત વિદેશી, બિયર, દેશી દારૂ સંબંધિત 6.20 લાખ કેસ નોંધાયા હતા. વિવિધ પ્રકારના આઠ ગુનામાં 7953 આરોપીની ધરપકડ કરવાની બાકી છે.

દુષ્કર્મ-હત્યાની સૌથી વધુ ઘટના અહીં
હત્યા દુષ્કર્મ
અમદાવાદ 416 1,286
સુરત 402 1,061
રાજકોટ 194 591
વડોદરા 136 561દુષ્કર્મ
બનાસકાંઠા 100 465
છેડતીના પણ 3779 કેસ
ગુનો કેસ
નશીલા પદાર્થ 1,658
દારૂના કેસ 619346
જુગાર 51848
લૂંટ 1553
છેડતી 3779
છેતરપિંડી 6832
(3 વર્ષના કુલ આંકડા)

3821 આરોપીઓની ધરપકડ થઈ પણ દોષી ઠર્યા માત્ર 97 સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા એનસીઆરબીના આંકડા મુજબ, 2018થી 2022 દરમિયાન 5 વર્ષમાં દુષ્કર્મના કેસમાં 3821 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 97(3% ઓછા)ને દોષી ઠેરાવવામાં આવ્યા હતા. 3783 આરોપીઓ સામે અને 2766 કેસમાંથી 2572માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. માત્ર 708 કેસમાં ટ્રાયલ પૂર્ણ થયો હતો. માત્ર 79 કેસમાં નિર્ણય આવી શક્યો હતો.

ગુનાનું વધતું પ્રમાણ, મુખ્ય 8 ગુનાની સંખ્યા અઢી લાખ 3 વર્ષ દરમિયાન નશીલા પદાર્થો, દારૂ, જુગાર, લૂંટ, હત્યા, દુષ્કર્મ, છેડતી અને છેતરપિંડીના કેસ વધ્યા છે.જૂન 2022થી મે 2023 દરમિયાન આ મુખ્ય આઠ ગુનાની કુલ સંખ્યા 2.25 લાખ હતી, જે જૂન 2024થી મે 2025 દરમિયાન વધીને 2.30 લાખ થઇ હતી. આ દરમિયાન દારૂના સૌથી વધુ 6.19 લાખ, જુગારના 52 હજાર કેસ નોંધાયા હતા. છેડતીના 3379 અને છેતરપિંડીના 6832 ગુના નોંધાયા હતા.

225 તાલુકામાં દુષ્કર્મ આ 3 વર્ષ દરમિયાન 225 તાલુકા એવા છે જેમાં કોઇને કોઇ વર્ષે દુષ્કર્મનો કેસ નોંધાયો છે. શહેરી વિસ્તારોમાં 33 જિલ્લાના મુખ્ય શહેરી મથકો સામેલ છે. આ દરમિયાન દારૂ સંબંધિત સૌથી વધુ 61 હજાર કેસ સુરતમાં નોંધાયા હતા.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved