Vadodara News Network

ગેંગરેપના આરોપીઓને પકડવા પોલીસ 25 કિમી દરિયામાં ગઈ:નવાબંદર પોલીસે મેસેજ મોકલ્યો કે દરિયામાં તોફાન આવે છે, બોટ પાછી ફરી ને બળાત્કારીઓ પકડાયા

બેન, તમે એ લોકોને ઓળખો છો? હા. નામ ખબર છે તણેયના… બોલો, કોણ કોણ હતું ? નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો સંજય ઉર્ફે કબૂતર અને અંશુ ઉર્ફે અંશ

આ ત્રણ નામ એવા હતા જેણે 50 વર્ષની મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસને નામ તો મળી ગયા પણ ત્રણેયને શોધવા ઘાંસમાંથી સોય શોધવા જેવું કામ હતું. ભોગ બનનાર બેન પાસેથી નામ લઈને પોલીસ પહોંચી ગઈ નવાબંદર ગામમાં. શોધખોળ શરૂ કરી. પોલીસે નવાબંદરના સરપંચનો કોન્ટેક્ટ કર્યો.

ગામમાં બે-ચાર વ્યક્તિને પૂછ્યું તો ખબર પડી કે આ ત્રણ છે તો નવાબંદર ગામના જ. આરોપીના ઘર સુધી પોલીસ રાત્રે જ પહોંચી ગઈ. પોલીસે ત્રણેયના ફોટા મેળવ્યા. આ ફોટા ભોગ બનનાર બેનને બતાવ્યા. એ બેન ઓળખી ગયા ને કહ્યું, આ આ ત્રણેયે મારી સાથે ગંદુ કામ કર્યું છે.

બળાત્કાર બાદ મહિલાને ગુપ્ત ભાગમાં ઈન્ફેક્શન થતાં સારવાર માટે જૂનાગઢ ખસેડાઈ હતી.
બળાત્કાર બાદ મહિલાને ગુપ્ત ભાગમાં ઈન્ફેક્શન થતાં સારવાર માટે જૂનાગઢ ખસેડાઈ હતી.

પોલીસ પાસે નામ, ફોટા આવી ગયા હતા. હવે શોધખોળ કરવાની હતી. અંધારું થઈ ગયું હતું. પણ અંધારાનો લાભ લઈને જ ત્રણેય નાસી જાય તેવી શક્યતા હતી એટલે પોલીસે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવવાનું નક્કી કર્યું. ઊના, નવાબંદર, દીવ આસપાસનો ખુલ્લો વિસ્તાર. નજીકમાં અફાટ દરિયો. બાવળના ગીચ ઝાડી ઝાંખરાં. ત્રણેય ભાગીને ક્યાં ગયા હશે તે સવાલ હતો. નવાબંદર ગામના સરપંચે પોલીસને મદદ કરી. તેમણે જાણી આપ્યું કે આ ત્રણેય માછીમારી કરવા જતા. અત્યારે પણ ત્યાં જ ગયા લાગે છે. બે-ત્રણ બોટ માલિકોને ફોન કર્યા તો ખબર પડી કે નવાબંદરના જ કાંતિભાઈ વાજાની બોટ લઈને મધદરિયે ફરાર થઈ ગયા છે.

પોલીસ માટે સહેલું હતું કે દરિયામાંથી ભાગીને ક્યાં જશે? અને પડકાર પણ હતો કે દરિયામાં જઈને પકડવા કેવી રીતે? તેમની બોટ ક્યાં હશે? કેટલે દૂર ગઈ હશે? આ પણ ચેલેન્જ હતી. પોલીસે મરીન કંટ્રોલરૂમમાંથી તમામ બોટને મેસેજ મોકલાવ્યો કે દરિયામાં વાવાઝોડું સક્રિય થયું છે. દરિયામાં તોફાન આવે છે. બોટ લઈ જવામાં ખતરો છે. તમામ બોટ કિનારા પર આવી જાય…

નવાબંદર મરીન પોલીસના જવાનો આરોપીઓને પકડવા બોટમાં નીકળી ગયા હતા. આવું પહેલીવાર બન્યું છે કે કોઈ આરોપીઓને દરિયામાંથી પકડ્યા હોય.
નવાબંદર મરીન પોલીસના જવાનો આરોપીઓને પકડવા બોટમાં નીકળી ગયા હતા. આવું પહેલીવાર બન્યું છે કે કોઈ આરોપીઓને દરિયામાંથી પકડ્યા હોય.
દરિયામાં 25 કિલોમીટર અંદર સુધી જઈ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.
દરિયામાં 25 કિલોમીટર અંદર સુધી જઈ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.

કંટ્રોલરૂમમાંથી વાયરલેસ મેસેજ ગયો ને તમામ બોટ ધીમે ધીમે કિનારા તરફ આવવા લાગી. કિનારે આવીને આરોપી ભાગી ન શકે એટલે નવાબંદર મરીન પોલીસના જવાનો પણ એક બોટ લઈને દરિયામાં ગયા. લાઈટના પ્રકાશમાં સફેદ મોજાં દેખાતા હતા. દૂર દૂર ટમટમિયાં જેવી બોટો દેખાતી હતી. કોઈ એક બોટમાં આ બળાત્કારીઓ હતા.

એ બોટ સુધી પોલીસ પહોંચી ગઈ ને બે આરોપીઓ નરેન્દ્ર બારીયા ઉર્ફે એકમનો કાળિયો અને સંજય મજેઠિયા ઉર્ફે કબૂતર મળી આવ્યા. પોલીસે બંનેને મધદરિયેથી પકડી પાડ્યા. હવે ત્રીજો આરોપી અંશુ બારિયા ફરાર હતો. હોય તો ત્રણેય સાથે જ હોય. એવો અંદાજો પોલીસે લગાવ્યો. ત્રીજો આરોપી આ નહિ તો બીજી કોઈ બોટમાં ભાગ્યો હશે. પોલીસનું અનુમાન સાચું પડ્યું. ત્રીજો આરોપી અંશુ બીજી એક બોટમાં હતો. તેને પણ ઝડપી લેવાયો.

દરિયામાંથી પકડાયેલા બે આરોપીઓને નવાબંદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. એ પછી ત્રીજો આરોપી પણ દરિયામાંથી પકડાઈ ગયો હતો.
દરિયામાંથી પકડાયેલા બે આરોપીઓને નવાબંદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. એ પછી ત્રીજો આરોપી પણ દરિયામાંથી પકડાઈ ગયો હતો.

આ આખી ઘટના સામૂહિક બળાત્કારની છે. સૌરાષ્ટ્રના ઊના પાસે પાલડી ગામ છે ત્યાં ભોગ બનનાર બેન રહે છે. પાલડીથી 20 કિલોમીટર દૂર નવાબંદર ગામ છે ત્યાં આ ત્રણેય આરોપી રહે છે. સવાલ એ છે કે આ ત્રણેય આરોપીઓને ખબર કેમ પડી કે 20 કિલોમીટર દૂર પાલડી ગામે આ બેન એકલા રહે છે.

તો વાત એમ છે કે આ ત્રણેય યુવાનો માછીમારી કામ માટે જતા. ક્યારેક ભોગ બનનાર બહેન પણ દરિયા કિનારે કામ માટે આવ-જા કરતા. બીજું, આરોપીઓ અને ભોગ બનનાર ત્રણેય એક જ સમાજના છે એટલે અંદરો અંદર ઓળખાણ પણ ખરી. ત્રણેય જાણતા હતા કે પાલડી ગામે આ બેન એકલાં રહે છે. એટલે આ ત્રણેયની ખરાબ નજર હતી જ પણ તક શોધતા હતા.

આ નવાબંદર છે. તેમાં ખાડી વિસ્તારમાં કાંઠા પર બોટ લાંગરેલી રહે છે અને માછીમારી કરવાની હોય ત્યારે દરિયામાં જાય છે.
આ નવાબંદર છે. તેમાં ખાડી વિસ્તારમાં કાંઠા પર બોટ લાંગરેલી રહે છે અને માછીમારી કરવાની હોય ત્યારે દરિયામાં જાય છે.

અઠવાડિયાં પહેલાં ત્રણેયે પ્લાન ઘડ્યો. આ પ્લાનમાં નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયાના ઘરે મહિલાને લઈ જવાનું નક્કી થયું. કારણ કે નરેન્દ્ર બારીયાને આગળ-પાછળ કોઈ નથી. પરિવારમાં કોઈ નથી એટલે એકલો જ રહે છે. ત્રણેય આરોપીમાંથી બે બાઈક પર નવાબંદરેથી પાલડી ગયા. પેલા બહેનના ઘરમાં ગયા.

બહેનને એમ કે આ તો જાણીતા છે. કાંઈક કામ હશે એટલે આવ્યા હશે. થોડી વાતચીત કરી ત્યારે નરેન્દ્રએ એ બહેનને રૂમાલમાં લગાવેલું કેમિકલ સુંઘાડી દીધું. એ બહેન બેભાન થઈ ગયા. બે જણા બાઈક પર બેસાડીને તેને પાલડીથી નવાબંદર લાવ્યા અને નરેન્દ્રના ઘરમાં રાખ્યા. નરેન્દ્ર અને સંજય તો હતા જ હવે અંશુ પણ પણ પહોંચી ગયો. નરેન્દ્ર 25 વર્ષનો, સંજય 22 વર્ષનો અને અંશુ 21 વર્ષનો. ત્રણેય યુવાનીના ઉંબરે હતા એટલે વાસના સળવળી ઉઠી અને બેશુદ્ધ બની ગયેલા બહેન પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો.

આ છે મુખ્ય આરોપી નરેન્દ્ર ઉર્ફે એકમ કાળિયાનું ઘર. આ જ ઘરમાં લાવીને મહિલા પર બળાત્કાર કરાયો હતો.
આ છે મુખ્ય આરોપી નરેન્દ્ર ઉર્ફે એકમ કાળિયાનું ઘર. આ જ ઘરમાં લાવીને મહિલા પર બળાત્કાર કરાયો હતો.

બહેન ભાનમાં આવ્યા ત્યાં તો ત્રણેય ફરાર થઈ ગયા હતા. બહેન જેમ તેમ કરીને પોતાના ગામ પાલડી પહોંચ્યાં. પછી એ બહેનને ગુપ્તભાગમાં ઈન્ફેક્શન થયું. તબિયત બગડવા લાગી. આ બહેન આમ તો એકલાં રહે છે પણ ત્રણેક વર્ષથી તે એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતાં અને એ વ્યક્તિ તેના ઘરે જ રહેતો હતો.

રિલેશનશિપમાં રહેનાર વ્યક્તિ વાહન ચલાવવાનું અને માછીમારીનું કામ કરે છે. તે બહાર હતો ત્યારે બહેનને તકલીફ વધી. એ બહેનેતે વ્યક્તિને ફોન કર્યો કે મને સમસ્યા થઈ છે અને ડોક્ટરને બતાવવું પડશે. તો રિલેશનશિપમાં રહેનાર પુરૂષે આ મહિલાને ડોક્ટરને બતાવવા પૈસા જીપેથી મોકલી આપ્યા. જોકે મહિલા ડોક્ટર પાસે ગયા નહિ. તે વ્યકિત 8 તારીખે સાંજે ઘરે આવ્યો ને ભોગ બનનાર બહેનની તબિયત વધારે ખરાબ હતી તે જોઈને તરત હોસ્પિટલે લઈ ગયો. જ્યાં એ બહેને ડોક્ટરને સાચી વાત કરી. એ પછી પોલીસ ફરિયાદ થઈ ને આખું ઓપરેશન પાર પાડીને ત્રણેયને મધદરિયેથી ઝડપી લેવાયા.

આરોપી નરેન્દ્ર ઉર્ફે એકમ કાળિયાના ઘરની અંદરનું દ્રશ્ય. સામાન વેરવિખેર પડેલો છે. આરોપી નરેન્દ્ર ઘરમાં એકલો જ રહેતો હતો. તેના પરિવારમાંથી કોઈ નથી.
આરોપી નરેન્દ્ર ઉર્ફે એકમ કાળિયાના ઘરની અંદરનું દ્રશ્ય. સામાન વેરવિખેર પડેલો છે. આરોપી નરેન્દ્ર ઘરમાં એકલો જ રહેતો હતો. તેના પરિવારમાંથી કોઈ નથી.

આ તમામ માહિતી ભાસ્કરે ગ્રાઉન્ડ પર જઈને મેળવી. ભોગ બનનાર મહિલા તો જૂનાગઢ સારવાર લઈ રહ્યાં છે પણ ભાસ્કરની ટીમ મહિલાના ઘરે પાલડી ગામે ગઈ હતી અને નવાબંદર ગામે આરોપીના ઘરે પણ પહોંચી હતી. ભાસ્કરની ટીમ બનાવની રાત્રે 12 વાગ્યા આસપાસ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં કર્મચારીઓ રાતના સમયે ભોજન કરતા હતા. ભાસ્કરની ટીમને બેસવાનું કહ્યું. પોલીસ કર્મચારીઓએ ભોજન કરી લીધું પછી અમારી સાથે વાતચીત કરી.

નવાબંદર મરીન પોલીસે એ વાત કરી જે તમે શરૂઆતમાં વાંચી. નવાબંદર મરીન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ, LCB, SOG, ઊના પોલીસ સહિતના આ ઓપરેશનમાં લાગેલા હતા. પોલીસે એમ પણ કહ્યું કે બે આરોપીને મધદરિયેથી પકડવામાં અમે બપોરનું ભોજન પણ કર્યું નહોતું. શીંગ-ચણા સાથે હતા તે ખાધા પણ ઓપરેશન ઢીલું નહોતું મૂક્યું. ભાસ્કરે કહ્યું કે અમારે ભોગ બનનાર બહેનના ઘરે પાલડી અને નવાબંદરમાં આરોપીઓના ઘરે જવું છે. પોલીસે કહ્યું કે રાત બહુ થઈ ગઈ છે. એક વાગી ગયો છે. અત્યારે ત્યાં જવું સલામત નથી. અવાવરૂ જેવો રસ્તો છે. તમે સવારે પોલીસ સ્ટેશન આવો. અહિથી તમને આરોપીના ઘરે લઈ જશું.

આ છે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન. આ જ પોલીસ સ્ટેશનની ટીમે દિલધડક ઓપરેશન પાર પાડીને ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.
આ છે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન. આ જ પોલીસ સ્ટેશનની ટીમે દિલધડક ઓપરેશન પાર પાડીને ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.

ભાસ્કરની ટીમ ગુરૂવારે સવારે 10 વાગ્યે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાંથી એક પોલીસ કર્મચારી ટીમની સાથે કારમાં આવ્યા અને આરોપીના ઘર સુધી લઈ ગયા. આરોપીના ઘર સુધી જવા માટે ખૂબ સાંકડો રસ્તો છે એટલે કાર દૂર રાખી દીધી. પછી અડધો કિલોમીટર ચાલીને અમે એ ઘર પાસે પહોંચ્યા જે મુખ્ય આરોપી નરેન્દ્રનું હતું. અહિં જ બળાત્કારની ઘટના ઘટી હતી. અમે જોયું તો આસપાસના લોકોના ટોળાં હતાં. FSLની ટીમ પહોંચી ગઈ હતી. તેની તપાસ ચાલુ હતી. નરેન્દ્રનું ઘર અવાવરૂ જગ્યાએ છે.

આસપાસ ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. આજુબાજુ પણ કોઈ ઘર નથી. આરોપીના ઘરમાં સામાન અસ્ત વ્યસ્ત પડ્યો હતો. ત્રણ રૂમ છે. ધાબું ભરેલું મકાન છે અને મકાન પાસે મોટું ચોગાન છે. જ્યાં ઘટના બની છે ત્યાં આસપાસ કોઈ મકાન નથી એટલે આ ઘરમાં કાંઈપણ આવી ઘટના ઘટે તો કોઈને ખબર પણ ન પડે તેવું છે.

ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે આરોપી નરેન્દ્રના ઘરમાં સર્ચ કર્યું હતું.
ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે આરોપી નરેન્દ્રના ઘરમાં સર્ચ કર્યું હતું.

અમે નવાબંદર ગામના મહિલા સરપંચના પતિ સુભમન મજેઠિયાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધા હતા. વાયરલેસ મેસેજથી દરિયામાં બોટમાંથી ત્રણેયને પકડી લીધા. ઘટના બહુ દુ:ખદ છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સરપંચ તરીકે અમે તકેદારી રાખીશું.

અમે ભોગ બનનાર મહિલાના ઘરે પહોંચ્યા. ત્યાં પોતે એકલા રહે છે અને તેની સાથે રિલેશનશિપમાં એક વ્યક્તિ રહે છે. પાલડી ગામના આસપાસના લોકો કહે છે કે આ મહિલા ક્યારેક ક્યારેક મજૂરી કામે જતા પણ અહિયા ઓછું રહેતા. લગભગ બહાર ક્યાંક રહેતાં પણ બહાર ક્યાં રહેતા તે ખબર નથી.

આ આખી ઘટનામાં તમામ પોલીસ અને ખાસ કરીને નવાબંદર મરીન પોલીસની કામગીરી સરાહનીય રહી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા, એએસઆઈ કંચનબેન પરમાર, દિલીપસિંહ ચાવડા, સંજયભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ બાંભણિયા, કાનજીભાઈ વાણવી, પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ઝણકાંટ અને અન્ય ટીમ જોડાઈ હતી.

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ લગભગ સાત દિવસ પહેલા આ મહિલાનું બાઈક પર અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેમને કંઈક સુંઘાડી બેભાન કરી દીધા હતા. મહિલા બેભાન થતાં આરોપીઓ તેમને પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગુનો આચર્યા બાદ આરોપીઓ બોટમાં માછીમારી કરવા નીકળી ગયા હતા.હવે પોલીસ ઝડપાયેલા ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરશે. વધુ તપાસ માટે તેમના રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved