ભારતીય સિનેમા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂર અને યશ અભિનીત ફિલ્મ ‘રામાયણ’એ 99મા એકેડેમી એવોર્ડ્સની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કેટેગરીમાં Top 20 ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું હોવાના અહેવાલ છે.
ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે.
આ યાદીમાં ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’, ‘ડ્યુન: પાર્ટ થ્રી’, ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ અને ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થયો હોવાના અહેવાલ છે.
નોંધનીય છે કે Top 20માં સ્થાન મેળવવું એ ઓસ્કર નોમિનેશન કે એવોર્ડ જીતવા સમાન નથી. આ આગળની પસંદગી પ્રક્રિયાનો એક તબક્કો છે. તેમ છતાં, ભારતીય ફિલ્મ માટે વૈશ્વિક VFX ક્ષેત્રે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.
































