1. નિર્મલા સીતારમણની પહેલી તસવીર
નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 11 વાગ્યે રેકોર્ડ આઠમું સતત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ 2025 સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણની પહેલી તસવીર સામે આવી છે.
2. ઓફ-વ્હાઇટ સાડીમાં જોવા મળ્યા નાણામંત્રી
નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે. નાણામંત્રી તેમની ટીમ સાથે બજેટ રજૂ કરવા માટે રવાના થઈ ગયા છે. નિર્મલા સીતારમણ હાથમાં લાલ બજેટ ટેબ પકડીને ઓફ-વ્હાઇટ સાડી પહેરેલ જોવા મળ્યા.
3. સાડી પર મધુબની પેઇન્ટિંગ
નિર્મલા સીતારમણની સાડી પર મધુબની પેઇન્ટિંગ છે. સાડીમાં બોર્ડર પર માછલીઓનું પેન્ટિંગ બનાવેલું છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીએ મત્સ્ય અવતાર લીધો હતો અને માછલીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી સૌભાગ્ય મળે છે.
4. બિહારમાં બનેલી મધુબની કલા પર આધારિત સાડી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મધુબની કલા અને પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીના કૌશલ્યને શ્રદ્ધાંજલિ આપવા માટે સાડી પહેરી રહ્યા છે. દુલારી દેવી 2021 ના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે.
5. દુલારી દેવીએ નાણામંત્રીને ભેટમાં આપી સાડી
જ્યારે નાણામંત્રી મિથિલા કલા સંસ્થાનમાં ક્રેડિટ આઉટરીચ પ્રવૃત્તિ માટે મધુબની ગયા હતા, ત્યારે તેમની મુલાકાત દુલારી દેવી સાથે થઈ હતી. તેમણે બિહારમાં મધુબની કલા પર તેમની સાથે સૌહાર્દપૂર્ણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. દુલારી દેવીએ નાણામંત્રીને સાડી ભેટમાં આપી અને બજેટના દિવસે તે પહેરવાનું કહ્યું.
6. નાણામંત્રીની સાડી
નાણામંત્રી નિર્મલા સીતારમણ હંમેશા તેમની પ્રતિષ્ઠિત સાડીઓ માટે ચર્ચાઓમાં રહે છે, જે તેઓ બજેટમાં આગામી વર્ષ માટે સરકારની રાજકોષીય નીતિઓ રજૂ કરતી વખતે પહેરે છે.
7. સાડીઓ રહે છે ચર્ચામાં
તેમની લાલ, વાદળી, પીળી, ભૂરી અને સફેદ છ ગજની સાડીઓ વિવિધ ભારતીય સંસ્કૃતિ અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે અને દરેક વખતે એક અલગ વાર્તા કહે છે.