Dmart ના શેરએ રોકાણકારોને સવાર સવારમાં લાખોપતિ બનાવ્યા છે. આજે માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી તેની એવી તેજી આવી છે કે ડી માર્ટના શેર આજે ખૂલતાની સાથે જ તેમાં 15% તેજી જોવા મળી હતી. ડીમાર્ટનો શેર આજે 3570 રૂપિયાના સ્ટર પર ખૂલ્યો હતો અને ખૂલતાની સાથે જ તેમાં 15% ઉછાળો આવતા તેનો ભાવ 4152 રૂપિયા થઈ ગયો. ડીમાર્ટ રિટેલ ચેઈનનું સંચાલન કરતી એવન્યુ સુપરમાર્ટસ લિમિટેડ ની આવક 31 ડિસેમ્બર 2024 ના રોજ ત્રણ મહિના પૂરા થતાં તે ત્રીજા ક્વાર્ટરમાં 17.5 ટકા વધીને રૂ. 15,565.23 કરોડ થઈ છે. ડિસેમ્બર 2024 સુધીમાં ડીમાર્ટના કુલ સ્ટોરની સંખ્યા 387 હતી.
ડીમાર્ટના ત્રિમાસિક પરિણામ સામે આવ્યા પાછું બ્રોકરેજ હાઉસે શેર પર અલગ-અલગ ટાર્ગેટ આપ્યા છે, આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપની મેક્વેરી અને મોર્ગન સ્ટેનલીએ સ્ટોક પર તેમનું મંદીનું વલણ જાળવી રાખ્યું હતું, ખાસ કરીને વૃદ્ધિના મોરચે કંપનીની સ્થિતિ નબળી જણાય છે.
બીજી તરફ, હોંગકોંગ સ્થિત બ્રોકરેજ હાઉસ CLSA એ એવન્યુ સુપરમાર્ટસ પર તેજીનું વલણ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ કંપનીએ ડીમાર્ટના શેરના આઉટ પરફોર્મ કોલને જાળવી રાખતા 5360 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ રાખી હતી. છેલ્લી ક્લોઝિંગની સ્થિતિમાં આ લક્ષ્ય 50%ની ભારે વૃદ્ધિની સંભાવના બતાવે છે.
શેરધારકો બન્યા માલામાલ
ડીમાર્ટના શેર ગઇકાલે 3568 રૂપિયાના સ્તરે બંધ થાય હતા અને આજે ખૂલીને ઉછાળા સાથે 4165 રૂપિયાના સ્તરે પહોંચ્યા. આ સ્થતિમાં જો કોઇની પાસે ડીમાર્ટના 150-200 શેર છે તો એક જ દિવસમાં તેને 1 લાખ રૂપિયાથી વધુનો ફાયદો થયો.
એવન્યુ સુપરમાર્ટ (Dmart) રાધાકિશન દામાણી અને તેમના પરિવાર દ્વારા સંચાલિત રિટેલ સ્ટોર છે. ડીમાર્ટના ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, NCR, તમિલનાડુ, પંજાબ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં સ્થિત છે.