દેવેન્દ્ર ફડણવીસ ત્રીજીવાર મહારાષ્ટ્રના CM બનશે. મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વડોદરા ન્યુઝ નેટવર્ક 25 નવેમ્બરના રોજ જ જણાવી દીધું હતું કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે નહીં. દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ બે વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ વાત BJPએ મહારાષ્ટ્રમાં સૌથી વધારે 132 સીટ જીતી છે. તેનો શ્રેય ફડણવીસને જ આપવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના 11 દિવસ પછી 4 ડિસેમ્બરે CM પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી છે. BJPના નિરક્ષક નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણીની હાજરીમાં તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ગુરુવાર, 5 ડિસેમ્બરના રોજ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સૂત્રએ ભાસ્કરને જણાવ્યું હતું કે RSS અને BJPએ રાજ્યમાં સરકાર ચલાવવાનો ફોર્મ્યૂલા નક્કી કર્યો છે. પહેલાં અઢી વર્ષ ફડણવીસ અને બીજા અઢી વર્ષ શિવસેનાના ચીફ એકનાથ શિંદે CM રહેશે. CM પદ છોડ્યા પછી ફડણવીસને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, BJP અને RSSએ મળીને ફડણવીસની ભૂમિકા નક્કી કરી છે. ફડણવીસને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પર પાર્ટી હાઈકમાન્ડ અને RSS રાજી છે.
અમે આ સ્ટોરી 25 નવેમ્બરના રોજ પબ્લિશ કરી હતી, આજે ફરી તેને પબ્લિશ કરી રહ્યા છીએ…
ફડણવીસનું ભાજપ-RSS સાથે સમાન સંકલન, તેથી મોટી જવાબદારી
RSSનાં સૂત્રોનું કહેવું છે કે RSSના વડા મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવા માટે સહમત થયા છે. એનું મુખ્ય કારણ ફડણવીસનું બંને સંગઠનોમાં સમાન સંકલન છે.
જો ફડણવીસને અઢી વર્ષ પહેલાં ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવે છે તો તેમના સ્થાને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અથવા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. એકનાથ શિંદે અઢી વર્ષ પહેલાં મુખ્યમંત્રી બનવાના નથી એ નિશ્ચિત છે.
દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. આ બેઠક પરથી તેમની આ સતત ચોથી જીત છે. દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસના પ્રફુલ્લ ગુડ્ડેને હરાવ્યા છે. 2014માં પણ બંને સામસામે હતા. એ સમયે ફડણવીસ 58,942 મતોથી જીત્યા હતા. 2019માં કોંગ્રેસે ઉમેદવાર બદલીને આશિષ દેશમુખને ટિકિટ આપી હતી. ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસ 49,344 મતોથી જીત્યા.
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ પહેલાં સરકાર બનાવવી જરૂરી છે. જો આમ નહીં થાય તો રાષ્ટ્રપતિશાસન લાદવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક મુખ્યમંત્રી અને 2 ડેપ્યુટી CMની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.
સરકારમાં સામેલ પક્ષોને દર 6-7 ધારાસભ્ય માટે એક મંત્રી પદ મળશે. આ મુજબ ભાજપના 22-24 ધારાસભ્ય, શિવસેના (શિંદે જૂથ)ના 10-12 અને NCP (અજિત જૂથ)ના 8-10 ધારાસભ્યો મંત્રી બની શકે છે. CMના નામની જાહેરાત બાદ આજે અથવા સોમવારે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.
હવે ભાજપની જીતની અંદરની કહાની
RSSએ લોકસભાની ચૂંટણીની નારાજગી ભૂલીને પ્રચાર પોતાના હાથમાં લીધો અમે સંઘ સાથે જોડાયેલા દિલીપ દેવધર સાથે વિધાનસભા ચૂંટણીમાં RSSની ભૂમિકા અને ભાજપની મોટી જીત પર વાત કરી. દિલીપ દેવધર થોડા પાછળ જઈને શરૂઆત કરે છે. તેઓ કહે છે, ‘લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓ તરફથી આવાં નિવેદનો આવી રહ્યાં હતાં કે પાર્ટીને ચૂંટણી જીતવા માટે હવે RSSની જરૂર નથી. RSSએ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ લોકસભા ચૂંટણીથી લગભગ દૂર થઈ ગઈ હતી.
RSSએ ભાજપને ચેતવણી આપી હતી કે ભારત બાંગ્લાદેશ જેવી સ્થિતિનો સામનો કરી શકે છે. ત્યારે જવાબ મળ્યો કે RSS કોઈ કારણ વગર ગભરાઈ રહી છે. આ પછી 10 મેના રોજ પીએમ મોદી અને સંઘપ્રમુખ મોહન ભાગવત વચ્ચે મુલાકાત થઈ હતી. ભાજપ 350થી 400 બેઠકો જીતશે એવું કહેવામાં આવ્યું હતું.
દરમિયાન 21 મે, 2024ના રોજ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘શરૂઆતમાં અમે ઓછા સક્ષમ હતા. ત્યારે અમારે RSSની જરૂર હતી. હવે અમે સક્ષમ છીએ. આજે ભાજપ પોતે ચલાવે છે.
આ પછી RSS લોકસભા ચૂંટણીમાં સક્રિય ન થઈ. જ્યારે 4 જૂન, 2024ના રોજ પરિણામ આવ્યાં ત્યારે RSSની આશંકા સાચી સાબિત થઈ. ભાજપને માત્ર 240 બેઠક મળી હતી. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો અમે 220 સીટ જીતી હોત તો સરકાર બનાવી હોત.
પરિણામો પછી ભાજપને સમજાયું કે તેણે ક્યાં ભૂલ કરી છે. ભાજપે RSSનો સંપર્ક કર્યો અને પહેલા હરિયાણા અને પછી મહારાષ્ટ્રમાં ચૂંટણીની રણનીતિ પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન કેરળમાં RSSની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હાજરી આપી હતી. તેમણે RSSનાં 32 સંગઠનો સાથે બેસીને મતભેદો દૂર કર્યા. આ બેઠક પછી RSS મહારાષ્ટ્રમાં કામ કરવા લાગી.
32 સંગઠને 4 મહિનાથી તૈયારી કરી, 1.5 લાખ મંદિરોમાં RSS પહોંચ્યા દિલીપ દેવધરનું કહેવું છે કે RSSએ ભાજપ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. સંપૂર્ણ નિયંત્રણ લેવાનો અર્થ એ છે કે પહેલાં ફડણવીસ બીજેપી હાઈકમાન્ડ પાસેથી સૂચનાઓ મેળવતા હતા, પછી RSSએ પણ સૂચનાઓ આપવાનું શરૂ કર્યું હતું. આ સમન્વય આજે પણ ચાલુ છે.
આ સિવાય RSSએ તેનાં 32 સંગઠનને લોકોમાં સક્રિય કર્યાં. હિન્દી કેલેન્ડર મુજબ ચાર મહિનાને ‘ઉત્સવ મહિનો’ ગણીને દરેક હિન્દુ તહેવાર સંગઠિત રીતે ઊજવવામાં આવતો હતો. આ પૈકી ગણપતિ ઉત્સવ, કોજાગરી ઉત્સવ, દિવાળી, પહાટ જેવા તહેવારો મહારાષ્ટ્રમાં મોટા પાયે ઊજવવામાં આવ્યા હતા. દિવાળી પર તેમણે ગરીબ પરિવારોમાં મીઠાઈ અને કપડાં વહેંચીને તેમને પોતાની સાથે જોડ્યા. શ્રીમંત પરિવારો પાસેથી દાન લેવું અને તેમને ગરીબો સાથે જોડવું.
મહારાષ્ટ્રમાં 1.5 લાખથી વધુ મંદિરો છે. દરેક મંદિરમાં ઉપદેશ આપવા લાગ્યા, જેના દ્વારા લોકોને જાગ્રત કરવામાં આવ્યા હતા. RSSની સૂચના હતી કે કોઈપણ સંગઠને મંદિરો પર વર્ચસ્વ ન રાખવું જોઈએ, પરંતુ તેમના કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ.
એક લાખ મહિલા નેતાઓને મેદાનમાં ઉતાર્યાં, હિન્દુ ધર્મને અનુસરતી જાતિઓમાં પ્રવેશ કર્યો દિલીપ દેવધરના જણાવ્યા અનુસાર, RSSનાં 32 સંગઠન દર અઠવાડિયે સમગ્ર મહારાષ્ટ્રમાં અલગ-અલગ પ્રવૃત્તિઓ કરતાં રહે છે. એમાં કીર્તન-ભજન, રમતગમતની પ્રવૃત્તિઓ, વર્કશોપ અને ઉજવણીનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમો દ્વારા ભાજપના મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એક લાખથી વધુ મહિલા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવી હતી. તેમણે મહિલાઓની વચ્ચે જઈને ભાજપ સરકારના ફાયદા સમજાવ્યા હતા. હિન્દુ ધર્મને અનુસરીને તમામ જાતિઓમાં પ્રવેશ કર્યો. મહારાષ્ટ્રમાં કુણબી, મરાઠા, માળી, SC-ST અને આદિવાસી સમુદાયના લોકોને એક કરો. ‘આવો, હિંદુત્વ માટે એક થઈ જાઓ’ નામનું અભિયાન શરૂ કર્યું.
દિલીપ દેવધર કહે છે, ‘જિલ્લા અને તાલુકા સ્તરે તમામ 32 સંસ્થાના કાર્યકરો એકબીજાને મળતા હતા અને તેમના કામની સમીક્ષા કરતા હતા. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના લોકોએ પણ તેમની સાથે કામ કર્યું હતું. તેમણે RSS તરફથી મળેલા ફીડબેકને પોતાના વિસ્તારમાં લાગુ કરવાનો હતો. આ RSSની તાકાતનો પુરાવો છે. ભાજપે જે રીતે આ ચૂંટણીઓ જીતી છે એનાથી સાબિત થઈ ગયું છે કે RSS વિના BJP અધૂરી છે.
RSSના કાર્યકરોએ મતદાન મથકનું સંચાલન પણ સંભાળ્યું દિલીપ દેવધર કહે છે, ‘RSSના કાર્યકરોએ બીજેપીની પોલિંગ બૂથ સિસ્ટમ પર કબજો કરી લીધો હતો. કયા બૂથમાંથી કેટલા મત પડ્યા, કોણ મતદાન કરવા ન ગયું, કયા પરિવારમાં કોણ પાછળ રહી ગયું એના પર સ્વયંસેવકોએ ચાંપતી નજર રાખી હતી.
લોકસભા ચૂંટણીમાં મળેલી હારમાંથી બોધપાઠ લઈને RSSએ ‘બટેંગે તો કટેંગે’ના સૂત્રને દરેક ઘર સુધી પહોંચાડ્યું. લોકોને કહ્યું કે, મતદાન કરતી વખતે તેઓ એ સ્લોગન ધ્યાનમાં રાખવા જોઈએ કે બટેંગે તો કટેંગે અને એક હૈ તો સેફ હૈ.
RSSએ ચૂંટણીમાં લેન્ડ-જેહાદ, લવ-જેહાદ, ધર્માંતરણ અને રમખાણોના મુદ્દા ઉઠાવ્યા હતા. એક તરફ તેમણે હિંદુત્વનો મુદ્દો ઉઠાવ્યો અને બીજી તરફ બંધારણ, અનામત, અનુસૂચિત જાતિને લઈને દલિતો અને પછાત સમુદાયોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરી. સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા હિન્દુત્વનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
PMને સલાહ- ભટકતા આત્મા જેવાં નિવેદનો કરવાથી બચો દિલીપ દેવધર જણાવે છે કે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પર ટિપ્પણી કરી હતી. શરદ પવારને ભટકતા આત્મા કહેવાની નકારાત્મક અસર હતી. આ ફરીથી ન થાય એ માટે RSSએ લોકોને શરદ પવાર અથવા ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણીઓ ટાળવા કહ્યું. વડાપ્રધાને પણ આ સલાહ સ્વીકારી હતી.
લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન બહુ સક્રિય નહોતા. તેમણે મહારાષ્ટ્રમાં માત્ર 10 સભા કરી હતી. યોગી આદિત્યનાથે તેમના કરતાં વધુ સભાઓ કરી છે.
યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં 11 રેલી કરી, દરેક જગ્યાએ મહાયુતિના ઉમેદવારોની જીત થઈ છે. મહાવિકાસ આઘાડીની હાર પછી NCP (SP)ના વડા શરદ પવારે પણ સ્વીકાર્યું કે યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા સૂત્ર ‘બટેંગે તો કટેંગે’ હતું, જેના કારણે ધ્રુવીકરણ થયું.
અતુલ લિમયેએ મરાઠા સમુદાયને મનાવવાની જવાબદારી લીધી RSS સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે મહાયુતિની જીતમાં RSSના મહાસચિવ અતુલ લિમયેની મોટી ભૂમિકા હતી. 54 વર્ષીય લિમયે એક સમયે એન્જિનિયર હતા અને 30 વર્ષ પહેલાં તેમણે બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી છોડી દીધી અને RSSના પ્રચારક બની ગયા.
અતુલ લિમયે મહારાષ્ટ્રમાં મહાયુતિ-RSS અભિયાનના મુખ્ય સંયોજક હતા. અતુલ લિમયેએ મરાઠા આરક્ષણ આંદોલન અને તેની જટિલતાઓનો અભ્યાસ કર્યો. તેમણે સમુદાયના નેતાઓનો વિશ્વાસ મેળવવા ઓબીસી વોટબેંકને ભાજપના પક્ષમાં ફેરવવા અને RSSની વિચારધારા અનુસાર મતદારોને એક કરવા માટે પાયાના સ્તરે કામ કર્યું.
અતુલ લિમયેએ નક્કી કર્યું કે ભાજપે તેના પ્રચાર દરમિયાન મરાઠા સમુદાયની અવગણના ન કરવી જોઈએ. તેમની ટીમ રાજ્યના મરાઠા નેતાઓને મળી હતી. તેમને ખાતરી આપી હતી કે ભાજપ મરાઠા સમુદાય માટે આરક્ષણને સમર્થન આપે છે. લિમયે અને તેમની ટીમે વચન આપ્યું હતું કે તેઓ આ મામલો સુપ્રીમ કોર્ટ અને મોદી સરકાર સમક્ષ ઉઠાવશે.
એક્સપર્ટે કહ્યું- RSSના મૌન કાર્યકર્તાની એન્ટ્રી, ભાજપની જીત નિશ્ચિત વરિષ્ઠ પત્રકાર સંદીપ સોનવલકર પણ કહે છે, ‘આ ચૂંટણીમાં RSS સંપૂર્ણપણે હારી ગઈ છે. લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે બહાર ન નીકળેલા ભાજપના મતદારને RSS દ્વારા બૂથ પર લઈ જવામાં આવ્યા હતા. એ લગભગ 60 હજાર કાર્યકરોને મેદાનમાં લાવ્યા. અંદાજે 12 હજાર જેટલી નાની-મોટી સભાઓ યોજી. કાર્યકરોએ સોસાયટીની અંદર પોતાની ખુરસીઓ અને ટેબલો જાતે ગોઠવી દીધાં હતાં.
RSSએ પણ એ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યાં ભાજપની જીત નિશ્ચિત હતી. એ માટે RSS જાણીતી છે તે મૂકકાર્યકરની ભૂમિકા આ ચૂંટણીમાં જોવા મળી હતી. RSSએ દરેક રીતે ભાજપ માટે વોટ માગ્યા, જે પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે.